________________
ૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
૦ પ્રસ્તાવના (Preface) C “મન્ત્ર સંસાર સાર” નામનો ઐતિહાસિક અદ્ભુત ગ્રંથ જૈન શાસન ના ઈતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરે છે. વર્ષોથી અસંશોધિત-અસંપાદિત હસ્તપ્રતો જેવીકે કલિકુંડ કલ્પ, નમિઉણ કલ્પ, ઈષ્ટસિધ્ધિતંત્ર, આરંભસિધ્ધિની ટીકાઓ, યતિઓની પ્રતો, જરીકાપલ્લી મહાજ્ય આદિ અનેક ગ્રંથોના નીચોડ સ્વરૂપ આ ગ્રંથ પ્રસ્તુત થાય છે, લગભગ ૨૦૦૨ પાના તૈયાર કરાવ્યા પછી ૩૦૦ જેટલા પાનાઓ ભાગ-૧ સ્વરૂપે પ્રકાશિત થાય છે. ત્યાર પછી ક્રમશ: ભાગ-૨-૩-૪-૫ પ્રસ્તુત થશે. સામાન્ય ગ્રંથોથી અલગ આ ગ્રંથ જૈન સમાજમાં મંત્રશાસ્ત્રો પ્રત્યેની ઉદાસીનતા દૂર કરશે. અહીં થયેલી રજુઆતો લોકોને સાધના તરફ વળવા પ્રેરે છે. પ્રથમ સોપાનમાં આપેલા મંત્રશક્તિ-સિધ્ધિ-મહિમા આદિ વ્યક્તિને મંત્ર શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા કરાવે છે ત્યારબાદ અધિષ્ઠાયક આદિના પ્રકરણો વ્યક્તિને દેવો કેવી રીતે સહાયરૂપ થાય છે તે સમજાવે છે, અને હાલ દેવોના નામે ચાલતી ખોટી-સાચી વાતોનો પર્દાફાશ કરે છે. જયારે આગળના દેવી સહાય પ્રકરણમાં ૨૦૦ થી અધિક પરમાત્મા ઋષભદેવથી યોગનિષ્ઠ આ.બુદ્ધિસાગરસૂરિજી મ.સા. સુધી ના દેવી સહાયના દાંતોનો ઉલ્લેખ છે જે એક અદ્ભુત સિદ્ધિ છે. આગળ વધતા મંત્ર સાધના કેવી રીતે કરવી-કયારથી શરૂ કરવી આદિ પ્રશ્નોના જવાબરૂપ મંત્ર સાધના કલ્પ રજુ કર્યો છે. ત્યારબાદ વિશેષ જાપ (સિદ્ધચક્ર, વર્ધમાન વિદ્યા, ઋષીમંડલ નમિઉણ વગેરે) માટેની એક સુંદર વિધિ બતાવી છે. આગળ ક્રમશઃ વિવિધ મંત્રો-ભક્તામર આદિના કલ્પો તથા એક વિશિષ્ટ સિદ્ધિ રૂપ ૨૪ તીર્થકરના મંત્ર-યંત્ર કલ્પો રજુ થયા છે. ત્યારબાદ વિવિધ યંત્રો વિશેષ રીતે સંપાદીત કરી મુકેલા છે જે યંત્રશાસ્ત્રમાં એક નવી ઊર્જા બનાવે છે. ગુઢ રહસ્યમય આ પુસ્તક વ્યક્તિએ સંપૂર્ણ વાંચવું. સંપૂર્ણ વાંચન કર્યા બાદ જ સમજાશે. એક-એક વિષયો પર સુંદર પ્રકાશ પાડવામાં
મન્ત્ર સંસાર સારં... Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org