________________
ભક્તિ જોઈ દર્શન આપી ઈષ્ટ સાધનામાં સહાયક બને છે. પણ (૧) વિધિમાં ગરબડ કે સૂત્રના અક્ષરોચ્ચારમાં અશુદ્ધિ હોય, તો રોંગ નંબર જેવી પરિસ્થિતિ સમજવી. (૨) મન મૈચાદિ ભાવોને છોડી દુર્ભાવમાં -સંકલેશમાં હોય, તો સમજી લેવું, ફોન આઉટ ઑફ ઓર્ડર છે. પછી જાપ-પૂજાનાં ચક્ર ઘણાં ઘુમાવવા છતાં ફોન લાગવાનો નહીં (૩) જયારે તમે આંખ કાન અને મનથી ચંચળ દશામાં છો, ત્યારે તમે બીજાના એંગેજ છો, બીજા-ત્રીજા વિચારમાં છો માટે પણ ફોન લાગે નહીં. અને (૪) એ અધિષ્ઠાયક દેવો અન્ય દેવતાઈ ભોગ-ઉપભોગમાં વ્યસ્ત હોય, શાશ્વત તીર્થોની યાત્રામાં હોય અથવા સીમંધરસ્વામી જેવા સાક્ષાત્ તીર્થકરોની દેશના-ઉપાસનામાં લીન હોય, તો તમારા તરફ બાકીનું બધુ બરાબર હોવાથી ફોન જાય છે, પણ ઉપાડનાર હાજર નથી.
પણ જો ઉપરોક્ત ત્રણ સ્થિતિ ન હોય, એટલે કે શબ્દશુદ્ધિ વગેરે વિધિ બરાબર હોય, મન મૈચાદિ ભાવોથી વાસિત હોય અને એકાગ્રતા સારી હોય, તો કદાચ લાઈન તત્કાલ નહીં લાગે, તો પણ જલદી લાગી જશે અને દેવ ફોન ઉપાડશે-અર્થાત્ એનો શુભ પરચો અવશ્ય અનુભવાશે.
આ જ પ્રમાણે કપર્દી યક્ષ વગેરે શત્રુંજય તીર્થાધિરાજના, એમ જુદા જુદા દેવો જુદા જુદા તીર્થોના અધિષ્ઠાયક બનતા હોય છે.
દ્રવ્યાદિ શુદ્ધિની જાળવણીપૂર્વક શુભ મુહૂર્તે વિશિષ્ટ ભાવોલ્લાસથી સ્થપાયેલાં દેરાસરો-તીર્થો પ્રાયઃ દેવાધિષ્ઠિત બનતાં હોય છે. ઊછળતા શુભ ભાવપૂર્વક ભક્તિ કરનારને મોક્ષરૂપ પારંપરિક અને સદ્ગતિરૂપ પારલૌકિક લાભોની સાથે સાથે આ દેવો દ્વારા ઈષ્ટ ફળ સિદ્ધિરૂપ ઈહલૌકિક શુભ લાભો પણ થાય છે. અતિ ઉગ્ર પુણ્ય તત્કાલમાં ફળે' એવી ઉક્તિને સાર્થક ઠેરવવા જે-તે દેરાસર-તીર્થના અધિષ્ઠાયક દેવો દર્શન આપી અથવા પરોક્ષ પરચો બતાવી ઉત્તમ લાભ તત્કાળ મળે એવી ગોઠવણ કરી આપે છે. વળી તેઓ તીર્થરક્ષા આદિ કાર્યો પણ કરે છે.
અહીં પણ કોઈ શંકા કરે છે, તો પછી તીર્થ ઉપર થતા આક્રમણો અને થતી તોડફોડ વખતે આ અધિષ્ઠાયકો કેમ પરચો આપતા નથી?
આ પ્રશ્નના ઉત્તરમાં એ વાત ખાસ સમજવી કે કેટલાક નિશ્ચિત મન્ત્ર સંસાર સાર...
પ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org