________________
ઉૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા.
અધિષ્ઠાયક આવશ્યકતા તીર્થંકર પરમાત્માઓ જ્યારે પણ તીર્થસ્થાપના કરે છે ત્યારે સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે વખતે અધુનોત્પન્ન તે જ વખતે તે-તે દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલાં, જૈન ધર્મ પર અત્યંત શ્રદ્ધા ધરાવતાં દેવ-દેવી પણ ત્યાં ઉપસ્થિત થાય છે. તે દેવ-દેવી તે તીર્થનાં અધિષ્ઠાયક-અધિષ્ઠાયિકા તરીકે ઘોષિત થાય છે અને તેઓ પ્રભુભક્તિથી તે-તે પ્રભુના તીર્થની રક્ષા માટે ઉદ્યમશીલ બને છે. આમ દરેક તીર્થંકરના એક અધિષ્ઠાયક દેવ અને એક અધિષ્ઠાયિકા દેવી હોય છે. તે-તે મૂળનાયક તીર્થકરોની પ્રતિમાના પરિકરમાં પણ એ બેની સ્થાપના નીચેના ભાગમાં જમણે-ડાબે કરવામાં આવે છે.
એ જ પ્રમાણે જગતની તમામ દ્રવ્ય-ક્ષેત્રાદિ શુભ વસ્તુઓ શુભ દેવોથી અધષ્ઠિત માનવમાં આવે છે. તે-તે પવિત્ર સૂત્રો પણ સમ્યગ્દષ્ટિ દેવોથી અધિષ્ઠિત હોય છે. નવકારમંત્રનો તો પ્રત્યેક અક્ષર દેવાધિષ્ઠિત માનવામાં આવે છે. - અહીં કોઈને શંકા થાય, કે નવકાર મહામંત્રના જાપ વગેરે કરવા છતાં એ અધિષ્ઠાયકો નથી સાક્ષાત્ થતા કે નથી પરચો બતાવતા. આમ કેમ?
અહીં ઉત્તર એ છે કે આપણે જે કંઈ સારું, શુભ, ઈષ્ટ થાય છે, તે આ જાપો વગેરેના પ્રભાવે પરોક્ષ સહાય દ્વારા થતું હોય છે, જેનો આપણને ખ્યાલ નથી આવતો. છતાં વિશિષ્ટ અનુભવ ન થવાની બાબતને ફોનના દૃષ્ટાંતથી સમજાવી શકાય ? જો (૧) તમે ૬ કે ૭ આંકડાના ફોન નંબરમાંથી એકાદ આંકડો પણ ખોટો જોડો, તો રોંગ નંબર આવે, (૨) તમારો ફોન આઉટ ઑફ ઑર્ડર હોય, (૩) ફોન એંગેજ હોય અને (૪) લાઈન જોડાવા છતાં સામે ઉપાડનાર કોઈ નહીં હોય - આ ચારે કિસ્સામાં આપણે જેને ફોન જોડીએ છીએ તે વ્યક્તિ આપણને મળતી નથી.
પ્રભુપૂજા, ભક્તિજાપ વગેરે દ્વારા આપણે ભગવાનને ફોન જોડીએ છીએ, ત્યારે ભગવાનના સેક્રેટરી સમાન આ અધિષ્ઠાયકો આપણી નિષ્ઠા,
મનં સંસાર સાર..
પ0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org