________________
અધિષ્ઠાયક દેવો પરમાત્માના ભક્ત દેવો છે. પોતાની નહિ પણ પરમાત્માની ભક્તિ કરનારા ઉપર ખુશ થનાર હોય છે.
પરમાત્મા કરતાં દેવીદેવતાનું મહત્ત્વ વધારવું ઉચિત નથી. સાંસારિક મનોકામનાઓ પૂરી કરવા માટે દેવીદેવતાઓની પાછળ પડવું એક જાતનું ગાંડપણ છે. આપણા સ્વાર્થ ખાતર દેવીદેવતાઓને પરમાત્મા કરતાં ચઢિયાતા માની તેમનાં જ ગુણગાન ગાવાં, પરમાત્માની ઉપેક્ષા કરી તેમની પાસે કલાકો સુધી માળાઓ ફેરવવી, ઊંચી ઊંચી બોલીઓ બોલી તેમને રીઝવવાનો પ્રયાસ કરવો એ આપણી અજ્ઞાનતા અને પરમાત્માના ઘોર અપમાનનું સૂચક છે.
પરમાત્મા તો વીતરાગ છે તેથી ભકિતથી રીઝી કામનાઓ પૂર્ણ કરવાનું કામ દેવીદેવતાઓ દ્વારા જ થાય છે. આવી ભ્રામક માન્યતાના કારણે દેવીદેવતાઓને જ કામિતપૂરણ-સર્વસ્વ માની લેવાની ભૂલ બહુજન સમાજ કરતો હોય છે.
અજ્ઞાત સમાજને ખ્યાલ નહીં હોય કે પરમાત્મા પ્રાઈમ મિનિસ્ટરના સ્થાને છે જયારે દેવીદેવતા તેમના સેવકના સ્થાને. દેવીદેવતાઓ તો પરમાત્માના અદના સેવક છે. પરમાત્માની ચરણરજ માથે ચઢાવનારાં છે. પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી સર્વસ્વનું સમર્પણ કરનારાઓનું જ રક્ષણ કરનારાં છે. દેવીદેવતાઓનો આદરસત્કાર જરૂ૨ ક૨વાનો; પણ ભૂમિકાને અનુરૂપ જ. એક વાત ખાસ સમજી રાખો કે દેવી-દેવતાઓ શાસનના રક્ષક છે. પરમાત્માના ભક્ત હોવાના નાતે આપણા સાધર્મિક બંધુ થયા. તેથી તેઓ આપણા માટે આદરણીય જરૂર છે.
તેઓ ગુણિયલ હોઈ ગુણાનુરાગના કારણે તેમને પ્રણામ કરીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ તેમને ‘પ્રભુણાં પ્રભુ’ માની સાષ્ટાંગ નમસ્કાર તો ન જ થાય. તેઓ નથી વીતરાગી કે નથી નિષ્કષાયી. આપણા જેવા જ રાગ-દ્વેષ-કષાય વગેરે દોષો ઓછેવત્તે અંશે તેમનામાં પણ ભરેલા છે. એટલે તેમને ભગવાન માની લેવાની ભૂલ તો ન જ થાય. તેમની પાસે પ્રાર્થના જરૂર કરી શકાય, પણ માંગણી હરિંગજ નહીં.
સવાલ : ગુરુ ભગવંતો તો દેવીદેવતાઓથી ઊંચા સ્થાને (૬ઠ્ઠા મન્ત્ર સંસાર સારું...
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org