________________
ક્ષુદ્ર દેવો જલ્દી રુષ્ટ અને જલ્દી તુષ્ટ થતા હોય છે. તુષ્ટ થાય ત્યારે કલ્યાણ કરે છે અને રુષ્ટ થાય ત્યારે છોતરાં ઉખેડી નાખે છે. ઘણાના શરીરમાં આવાં ભૂતો પ્રવેશ કરતા જોવા મળે છે. તેમની રાડારાડ, કૂદાકૂદ, લોહીની ઊલટીઓ, બેફામ બકવાસ, મારામારી, તોડફોડ વગરે જોઈ અંદરનાં ભૂતો તામસી આનંદ લૂંટતા હોય છે.
ઘણા લોકો બાવા-ભૂવાને બોલાવે છે. મંત્રતંત્ર પ્રયોગ દ્વારા ભૂતને શરીરમાંથી કાઢી બાટલીમાં સ્થિર કરે છે. ઘણા બાવાઓ ચાબુકના માર મારી ભૂતોને કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘણા ધુમાડાઓ કરી ભૂતોને ભગાડવાનો પ્રયાસ કરે છે. ઘણા મસાણમાં જઈ ગતિવિધિ કરે છે. પણ આ બધાથી કેટલે અંશે ફાયદો થાય તે તો ભગવાન જાણે.
જૈન દૃષ્ટિએ નમસ્કાર મહામંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, સંતિકર સ્તોત્ર અજિતશાંતિ સ્તોત્ર અને ભક્તામર સ્તોત્ર જેવા મંત્રો ખૂબ જ ચમત્કારી છે. ૨૧, ૨૭ કે ૧૦૮ વાર ભાવથી જાપ કરી તેના દ્વારા મંત્રિત પાણી પીવાથી આવા બધા ઉપદ્રવો નિશ્ચિત દૂર થાય છે.
એક દીક્ષાર્થી બહેનનું દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી આવો ઉપદ્રવ થયો. સાનભાન ગુમાવ્યું, બકવાસનો પાર નહીં, કપડાં કાઢી નાખવા સુધીનું ગાંડપણ કરવા લાગી. કુટુંબીઓની ચિંતાનો પાર ન રહ્યો. એક ભૂવાને બોલાવ્યો. થોડી ગતિવિધિ કરી, કાગળની ચબરખી પાણીમાં નાખી ત્રણ દિવસ મંત્રિત પાણી પિવડાવતાં ભૂત ગાયબ.
ભૂવાને ઉપાય પૂછતાં તેણે જણાવ્યું કે તમારા ધર્મનો નવકારમંત્ર શ્રદ્ધાથી ગણીને પાણી આપ્યા સિવાય કશું જ કર્યું નથી..
આવો જ બીજો કિસ્સો જોયેલો. એક મહારાજને ગાંડપણ થયું. મુસલમાન જાણકારને બોલાવ્યો. માંત્રિક ક્રિયા દ્વારા ૭-૮ દિવસમાં મહાત્મા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. વિધિ શું કરી ? એમ આગ્રહપૂર્વક પૂછતાં કહ્યું કે તમારા ભક્તામર સ્તોત્રના પાઠે જ સારું કર્યું છે.
નમસ્કાર વગેરે મંત્રો-સ્તોત્રોમાં આવા ઉપદ્રવોને ખાળવાની પ્રચંડ શક્તિ પડેલી જ છે. આપણને શ્રદ્ધા જોઈએ. જયાં ત્યાં બાવા-ભૂવાઓ પાસે ભટકવાની જરૂર નથી.
૪૪
Jain Education International
For Personal & Private Use Only
મન્ત્ર સંસાર સારું..
www.jainelibrary.org