________________
લઈ લેવી. રાખવી જ હોય તો ઉત્તમ સુખડની કે કાષ્ટની રાખવી. નવકારવાળી અલાયદા સ્થાનમાં હુકો લગાડી એમાં ટીંગાડી રાખવી. અગર ડબ્બીઓ રાખી તેમાં પ્રત્યેક ડબીમાં એક એક એમ ગોઠવીને એક સ્થાને ટ્રેમાં મૂકી રાખવી. ત્યાં બોર્ડ મારવું. પ્રાચીન-અર્વાચીન પ્રતિમાજીના મુખ મંડળ કે શરીર પર અત્તર કે સુખડ તેલનો પ્રયોગ બંધ કરાવવો. એનો રસ માર્બલ ચૂસે છે. પ્રતિમાજી શ્યામ પડી જાય છે. ધોળે - શ્વેત માર્બલ થોડા જ વર્ષોમાં વિવર્ણ ક્રીમ પડી જાય છે. માર્બલના પડ પણ ઉખડવા લાગે છે. ધાતુની પ્રતિમા પર બાધ નથી. પ્રભુના અલંકારો મુગટ, આંગી વગેરે ક્યાંય જમીન પર ન મૂકાય. મોટા થાળામાં જ મૂકાય તેની સૂચના અને અમલ કરાવવો.
- 50 -
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org