________________
(૧૬) દ્વારશાખ પરના દ્વારપાલના રૂપકામ કરાવ્યા વિના દ્વારશાખપ્રતિષ્ઠા વિધાન કરાવવું યોગ્ય નથી.
(૧૭) શ્રી સંઘવાળાઓએ અધૂરા, અડધા-પડધા બાંધકામે કે બહુ ઉતાવળ બાંધકામ પુરૂ કરાવી પ્રતિષ્ઠાઓ કરાવવી યોગ્ય નથી તેમજ પ્રતિષ્ઠા પૂર્ણ થયે થોડુંઘણું જે કંઈ કાર્ય અધુરું હોય તે પણ તુરંત પૂર્ણ કરવું જરૂરી છે. ક્યારે’ક તો વર્ષો સુધી કામ એમ ને એમ રહી જતું હોય છે.
(૧૮) પ્રતિષ્ઠા સમયે મૂળનાયક ભગવાનની દૃષ્ટિ માપવાની પદ્ધતિ સૂક્ષ્મ-શાસ્ર દૃષ્ટિથી સમજવી જરૂરી છે.
(૧૯) નવાવિકાસ પામતા તીર્થમાં જૂનું વાસ્તુ તથા લાકડા વગેરેની કોતરણી અને પ્રાચીનતા ડીસ્ટર્બન થાય તેમ બાંધકામ કરવું જોઈએ.
150
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org