________________
પછી એ મૂર્તિ જિનની છે કે ગણેશાદિ અન્ય દેવની છે એ ઓળખવું મુશ્કેલ બને છે. મસ્જિદરૂપે થયેલ કેટલાક જિનમંદિરોમાં આ બનેલી હકીકત જોવાય છે. એ માટે દ્વારશાખાના લલાટબિંબ રૂપે ૭ કે ૯ ઈંચ જેવી જિનમૂર્તિઓ પણ થઈ શકે છે. જુઓ આબુ-દેલવાડા પરની ખરતરવસહી જિનાલયની દ્વારશાખ. મંદિરના મંડોવરમાં જે દિકપાલ વગેરેની મૂર્તિના સ્વરૂપો થાય છે, તે ઘણું કરીને અજૈન સ્વરૂપના જ થાય છે. જૈનમંદિરોમાં દિકપાલ જૈન સ્વરૂપના જ કરવા તથા તેની નીચે જૈન ઈન્દ્રદેવ, જૈન અગ્નિદેવ એ સ્વરૂપનો યથાયોગ્ય નામોલ્લેખ કરવો જોઈએ. એ પ્રમાણે ગર્ભગૃહની દ્વારશાખામાં થતા
– 129 –
Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org