________________
-
-
પ્રકરણ ૩૨ મું.
વૈદિકામાં ચાલતા દેવા મૂલથી બગાડ.
૧૫૭
યત કર્યું છે. એમ કહી પ્રકરણ ૭૩ માં સ્વામીજીની માન્યતા લખીને બતાવી છે તેને વિચાર સ્વામીજીના પ્રકરણમાં ક્યાં શુદ્ધ છે?
અદશ્ય ઈશ્વરથી તત્તપે વેદ મલતા રહેલા ખરા? - આર્યોના તહેવારોને ઈતિહાસ નામ ગ્રંથના પૃ. ૩ માં જણાવવામાં આવ્યું છે કે-આપણુ મનુષ્યની ગણત્રી પ્રમાણે ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે બ્રા દેવને એક જ દિવસ થાય. આ જગતની ઉત્પત્તિ થયાને આજે પચ્ચાસ વર્ષ થયાં છે, અને આગળ તે પ્રમાણે બીજાં પચ્ચાસ વર્ષ થશે ત્યારે આ જગતને સર્વથા નાશ થશે.” ' અર્થાત પ્રલય થશે, તે પ્રલય દશામાં-વેદાદિક, આકાશદિક કાંઈ પણ રહેજ નહી.
એવા પ્રકારની અનેક સૃષ્ટિની રચના બ્રહ્મા કરતા રહયા અને નાશ પણ કરતા રહ્યા અને અદશ્યપણે રહી ચાર ઋષિઓને ચાર વેદનું જ્ઞાન તેવું ને, તેવું બતાવતા રહ્યા..
આ વાત શું વિચારવા જેવી નથી?
આ પ્રત્યક્ષમાં દેખાતી પૃથ્વી, આકાશ અને સમુદ્ર આદિ નાશ કરતી વખતે કયાં જઈને નાખતા હશે? અને બનાવતી વખતે આ ઇશ્વર પાછું બધું કયાંથી લાવતા હશે? કેઈ ઈશ્વરની શક્તિ માત્ર કહી દેવી તે પ્રમાણ વિનાની ગણાય ? ઉપરની વાતને યોગ્ય ખુલાસો ન મલે તે આ સુષ્ટિ અનાદિ કાલની સિદ્ધજ છે અને એ વિના બીજે માર્ગ દેખાતો જ નથી.
જૈન ઇતિહાસ જણાવે છે કે તે આ સુષ્ટિની ઉત્પત્તિ કેઈએ કરી છે અને નતો એને સર્વથા નાસ થયો છે. એ પ્રવાહથી અનાદિનાકાલથી ચાલતી આવેલી છે અને તે પ્રમાણે ચાલ્યા જ કરવાની છે. માત્ર કાલક્રમથી હાનિ, વૃદ્ધિ થયા કરે છે. જેમ-દિવસ અને રાત્રિ, શીયાલો, ઉનાલો, અને ચોમાસુ અને સંવત્સર પલટાયા કરે છે. તે પ્રમાણે દિન પ્રતિદિને હાનિ રૂપે ચાલતા આવેલા લાંબા લાંબા કાલને કેઈ એ યુગના રૂપે તે, કેઈએ કલ્પના સ્વરૂપથી, ક્યાં નથી બતા? વિચાર કરશે તે બતાવેજ છે.
જેનોના સર્વજ્ઞ પુરૂષોએ અવસર્પિણી અને ઉત્સર્પિણી (અર્થાત દિન પ્રતિદિન-હાનિ અને વૃદ્ધિરૂપ) છ છ સંખ્યાના વિભાગવાલી, ઘણુ મોટા લાંબા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org