________________
તવત્રયીની પ્રસ્તાવના.
જગના સંહારક મહાદેવનું જ્ઞાન કેટલું અને બળ કેટલું કે એક દૈત્યના ભયથી સ્વગાદિકમાં ભાગતા ફયા? તો આમાંનું સાચું કયું? અને લેખક સત્યવાદી કેટલે?
(૨૫) વિષ્ણુ પુ. અંશ ૫ માં–“કૃષ્ણ સાથે લડતાં મહાદેવ હાય. બાણાસુર ચઢયે પણ કૃષ્ણની સ્તુતિ કરી મહાદેવને છોડાવ પડયે.”
ત્રેિતાના કૃષ્ણ, દ્વાપરતા મહાદેવ કયે ઠેકાણે નડયા?
(૨૬) પદ્મ પુ. નં. ૧ લે. અ. ૧૪ માં-“બ્રહ્માનું માથુ કપાતાં પરસેવે. તેમાંથી હુથીઆર બંધ પુરૂષ, તે મહાદેવની પાછળ પડે. છેવટે વિષ્ણુના શરણથી મહાદેવ બચ્યા.”' ,
જગના ભ્રષ્ટાએ માથુ કપાવ્યું. પરસેવાના પુરૂષથી જગના સંહારક નાઠા. પણ જગના પાલક વિષણુએ બચાવ્યા. આમાંની કયી વાત સત્યરૂપની બનેલી હશે?
. (૨૭) શિવ પુ. ધર્મ સં. અ. ૯ માં– દેવ દાનની લડાઈમાં કૃષ્ણ ઘણા દૈત્યને માર્યા. નાઠેલાની પાછળ જતાં અપસરાઓની સાથે કીડા કરી પુત્ર પેદા કર્યો. બ્રહ્માએ સ્વર્ગની રક્ષા માટે વિષ્ણુને બોલાવવા મહાદેવને મોકળ્યા. પેલો પુત્ર સામે થતાં મહાદેવે ફાડવા માંડે. કૃષ્ણ જગત્ પતિ શિવને ક્ષમાવ્યા. વિષયરતિ છોડવાનું કહેતાં શ્રીકૃષ્ણ ભજિજત થયા. પડી ગએલા ચક્રને લેવા જતાં અટકાવીને કહ્યું કે-સુદર્શન અને કાલાનલ ચક્ર આપું છું તેનાથી દૈત્યોનાં ગળાં કાપી નાખો.”,
વિચારવાનું કે–દેવ દાનવોની લડાઈ સ્વર્ગમાં થએલી કે ભૂતલમાં? અસરાથી કૃષ્ણ પુત્ર પેદા કર્યો તે કયા કાળમાં ? જગતુના સણા કે સંહારક બ્રહ્મા કે મહાદેવ સ્વર્ગની રક્ષા કરવા સમર્થ ન થયા કે જેથી વિગુને બેલાવવા પડ્યા ? વિષયના લંપટી વિષણુને લજિજત થવું પડયું. આ ત્રણમાંને કયે દેવ સત્યરૂપને લાયક થએલે છે? ભક્તોને જેનમંદિરમાં જતાં અટકાવ્યા તે શું આભડછેટ માનીને કે બધું પિકળ છુપાવવા ? હાથી મારે તે પણ મરવું આ લેખકે કેટલા બધા ધર્મના પોષક હશે ?
(૨૮) શિવ પુ. “પાર્વતીના વિવાહમાં બ્રહ્માનું વીર્ય જમીન પર પડતાં મહાદેવ મારવા ઉડ્યા. બ્રહ્મા-વિષ્ણુએ પગમાં પડી પ્રસન્ન કર્યા.”
9 *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org