________________
w
wwwwwww
wwwwwwwwwwwww
પ્રકરણ ૪૩ મું. સાતમાથી નવમા સૈકા સુધીનાં પુરાણ. ૪૫૫
વસંત. વર્ષ ૨૭ મું. અંક ૫ મે, (માસિક) જે. સં. ૧૯૮૪ પુરાણનુક્રમણિકા-પૃ. ૧૮૨ થી-લે. દુર્ગાશંકર કેવળદાસ શાસ્ત્રી. પુરાણાનુક્રમણિક પૃ, ૧૮૨ થી ચાલે તેમાંને કિંચિત્ સાર– પૃ. ૧૮૭ થી–પુરાણાનુક્રમણિકાઓને સમય
ઘણાં ખરાં પુરાણોમાં ૧૮ પુરાણોનાં નામવાળી પુરાણનુક્રમણિકા મળે છે. એટલે ૧૮ પુરાને રચાયા પછી અનુક્રમણિકા તૈયાર થઈ હેવી જોઈએ અને બધા પુરાણે એક સાથે રચાયાં ન હોય. કેટલાંક પહેલાં અને કેટલાંક પછી રચાયાં હોયવિષ્ણુ પુરાણ ભાગવત પહેલાં રચાયું છે. અને ભાગવત-બ્રહ્મવૈવર્ત પહેલાં રચાયું છે. વળી વાયુપુરાણ-વિષ્ણુ અને ભાગવત બેલેથી જુનું છે તે જુના પુરાણમાં અનુ
મણિકા પાછળથી ઉમેરાઈ હેવી જોઈએ. અને બન્યું છે પણ એમજ, વાયુપુરામાં અને વિષ્ણુપુરામાં પુરાણુનુક્રમણિકા પાછળથી ઉમેરાયેલી પૂર્વાપર સંબંધ જોતાં સ્પષ્ટ દેખાય છે.
અનેક પુરાણાનુક્રમણિકામાં એક સરખાં નામો મળે છે. એ જોતાં અઢાર પુરાણ નામે પ્રસિદ્ધ થયા પછી પહેલી અનુક્રમણિકા તૈયાર થઈ હોય, અને એ વખતે ઉપલબ્ધ પુરાણમાં દાખલ થઈ ગઈ હોય એમ જણાય છે.
અલબીરૂની (ઈ. સ. ૧૦૩૦) ના વખતમાં ૧૮ કરતાં વધારે પુરાણમાં નામે પ્રસિદ્ધ હતાં એ ઉપર જોયું છે. એથી જૂના કાળમાં ઉતરતાં જેને સમય નિશ્ચિત હોય એવા કેઈ લેખકે ૧૮ પુરાણેનાં નામે નોંધ્યાં હોય એમ મારા જાણવામાં નથી. ફકત કવિરાજ શેષરે અષ્ટાદશ પુરાણેને ઉખ કર્યો છે. રાજશેખરને સમય ચક્કસ છે. કારણકે એ કવિ કને જના રાજા મહેંદ્રપાલ ( લગભગ ઈ. સ. ૮૯૦ થી ૯૦૭) ના ગુરૂ હતા.
રાજ શેખરના ઉલ્લેખ ઉપરથી નવમા શતકમાં પુરાણ અઢાર હોવાની પ્રસિદ્ધિ પ્રચારમાં આવી હોય એમ માનવામાં વાંધો નથી. સાતમા શતકના બાણ કવિએ અનેક સ્થલે પુરાણને ઉલ્લેખ કર્યો છે પણ કઈ સ્થળે ૧૮ ને નિર્દેશ નથી કર્યો.
- શંકરાચાર્ય, બાણ, આપસ્તંબ, વગેરેના ઉલેખ જતાં વાયુ વગેરે કેટલાંક પુરાણે જુના કાળમાં હતાં એમાં શંકા નથી. પણ સાતમાથી નવમાં શતક સુધીઅનેક નવાં પુરાણે રચાયાં હોય અને નવમાં શતકમાં અઢારની સંખ્યા પ્રસિદ્ધ થઈ હોય એમ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org