________________
પ્રકરણ ૪૨ મું. વૈદિકમાં જૈન બોદ્ધમાની લેવાઈલી વાત.
૪૪૭
૧ “પુરાણ” નામના ગ્રંથે એક રીતે બહુ જુના છે. અને બીજી રીતે નવા છે. જુના એવી રીતે કે- આમાંની કેટલીક કથાઓ ઘણીજ પુરાણી છે. એટલું જ નહિ, પણ એ કથાઓ સંબંધી છેક બ્રાહ્મણ અને ઊપનિષદના કાલમાં પણ “પુરાણ” નામના ગ્રંથો હતા એમ જોવામાં આવે છે, પણ અત્યારે જે રૂપમાં એ ગ્રંથે દેખાય છે તે તે બેશક નવું છે. તે એટલે સુધી કે હિંદુસ્તાનની પડતીની દશામાં શિવ અને વિષ્ણુની ભકિતના અજ્ઞાન અને ધર્માધ અનુયાયીઓ વચ્ચે જે વિરોધ ઉત્પન્ન થયે તેને પરિમાણે એ બે દેવની નિન્દાના વચને સ્લામ હમા ગ્રંથમાં ઘુસા દેવામાં આવ્યાં છે.
૨ તે ઉપરાંત હિંદુસ્થાનમાં–જેમ નવાં નવાં યાત્રાનાં સ્થાન, નવાં નવાં દેવલ, નવાં, નવાં, વ્રત, અને નવાં નવાં જ્ઞાતિનાં મંડળ સ્થપાતાં ગયાં તેમ તેમ એ સૌ વિષયને લગતી કથાઓ પુરાણમાં દાખલ થતી ગઈ.
૩ આ સઘળે ઉમેરે બેટેજ થયો છે એમ કાંઈ નથી. સષ્ટિના સુંદર અને અદ્દભુત દેખાવ જેમ જેમ વધારે પડતા જાય તેમ તેમ ત્યાં યાત્રા કરવાને મહિમા ઉત્પન્ન થાય. અને જુદી જુદી ઋતુઓના વૈદિક યજ્ઞ થતા બંધ થયા એટલે એને સ્થાને બીજ વ્રત અને ઉત્સવે કરીને લોક પરમાત્માની ભક્તિ સાથે આનંદ કરે એ પણ સ્વભાવિક છે.
૪ વળી આ ઉપરાંત પુરાણમાંથી બીજું ઘણું જાણવા જેવું મળે છે. એક પ્રસિદ્ધ લક્ષણ પ્રમાણે-પુરાણ” માં (૧) સર્ગ (સષ્ટિ) (૨) પ્રતિસર્ગ (પ્રલય) (૩) દેવતાઓ, પ્રજાપતિએ-વગેરેના વંશે, (૪) મનંતરની કથાઓ અને (૫) સૂર્ય અને ચંદ્ર વંશના રાજર્ષિઓનાં ચરિત્રે–આ પાંચ વિષયે આવે છે. આ ઉપરાંત વર્ણાશ્રમ-ધર્મનું નિરૂપણ, સાંખ્ય-રોગ-વેદાંત વગેરે શાસને બેધ, ભગવાનના અવતારની કથા, અને જ્ઞાન, ભકિત, અને વૈરાગ્યને લગતાં તે, ઉપદેશ વગેરે વસ્તુઓ સ્થળે સ્થળે નજરે પડે છે.
૫ પુરાણે અરાઢ છે. તેમાં વિષ્ણુપુરાણ, શિવપુરાણ, ગરૂડપુરાણ, માકેડેયપુરાણ, અને શ્રીમદ્ ભાગવત વગેરે કેટલાંક વધારે પ્રસિદ્ધ છે. એ સર્વ વ્યાસજીનાં કરેલાં કહેવાય છે. પણ ખરું જોતાં ઉપર કહ્યું તે પ્રમાણે કાલ જતાં એમાં અનેક જાતને ઉમેરો થયો છે, આ ઉમેરે સી કરતાં સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં વિશેષ થએલો નજરે પડે છે.
આનંદશંકર બાપુભાઈ ધુવને પુરાણ નામને લેખ મધ્યસ્થ દાણથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org