________________
૩૬૬ તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧ થયા. અહી સુધી પાંચમે, છઠે, સાતમે, અને આઠમે ભવ કહી બતાવ્યું. ૫, ૬, ૭ અને ૮ મહાવીરના ભવ થયા.
- આઠમા ભવે પહેલા સૌધર્મ દેવલેકમાં દેવપણે હતા ત્યાંથી ચ્યવને નવમા ભવે ચૈત્ય નામના ગામમાં (૬૪) ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અયુત નામે બ્રાહ્મણ થયા. તે ભાવમાં પણ ત્રિદં થઈ આયુષ્ય પૂર્ણ કરી દશમા ભવમાં-બીજા ઈશાન દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયા.
ત્યાંથી અવીને અગીયારમાં ભાવમાં મંદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. આ ભવમાં પણ વિદ થયા અને છપન્ન લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી મરણ પછી બારમા ભાવમાં ત્રિજા સનસ્કુમાર દેવકમાં મધ્યમ દેવતા થયા. હવે ત્યાંથી ચ્યવીને તેરમા ભાવે વેતંબી નગરીમાં ભાર દ્વાજ નામે બ્રાહ્મણ થયા. તે ભવમાં ત્રિદંડી થઈ ચુમાલીશ (૪૪) લાખ પૂર્વ આયુષ્યના અંતે મરણ થયા. પછી ચૌદમા ભવે ચેથા માહેંદ્ર દેવલેકમાં મધ્યમ દેવતાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને બીજા કેટલાક ભામાં ભમણ કર્યા બાદ પંદરમા ભેવ રાજગૃહીમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયા. તે ભવમાં પણ ત્રિદં થઈ ચોત્રીસ (૩૪) લાખ પૂર્વ આયુષ્યના અંતે મરણ પછી સેલમા ભવે પાંચમા બ્રહ્મદેવલેકમાં મધ્યમ દેવતા થવી. ત્યાંથી આવીને બીજા ઘણા ભોમાં ભ્રમણ કર્યા પછી સત્તરમા ભવમાં કેટલુક જાણવા જેવું વિશેષ થયું છે તે બતાવીએ છીએ.
રાજગૃહિમાં–રાજા વિશ્વનંદી, રાણી પ્રિયંગુ તેમને પુત્ર વિશાખાનંદી, રાજાને નાનભાઈ વિશાખાભૂતિ, સ્ત્રી ધારણું છે હવે મરીચિને જીવ બીજી ગતિઓના ભ્રમણથી નીકળી સત્તરમા ભાવમાં ધારણીના પુત્ર વિશ્વભૂતિ નામે થયા. પુખ્ત વયે અંત:પુર સાથે પુષ્પ કરંડક નામના ઉદ્યાનમાં કોડાના માટે પેઠા. પાછળથી કાકાનો પુત્ર વિશાખાનંદી પણ ક્રીડાને માટે ત્યાં જઈ ચઢયે પણ તે બહારની બાજુ થોભી રહ્યો. - તે સમયે પ્રિયંગુ રાણીની દાસીઓ ત્યાં પુલે લેવા ગએલીઓ પણ લીધા વગર ઘેર આવી આ બનાવ રાણીને કહ્યો. પુત્રના અપમાનથી રાણીને કે ચઢ. રાજાને ખબર પડતાં કલેશની શાન્તિના ઉપાય માટે લડાઈની ભેરી વગડાવી, તે સાંભળી વિનીત વિશ્વભૂતિ સભામાં આવ્યું. રાજાની આજ્ઞાથી લશ્કર લઈ તાબાના પુરૂષસિંહની પાસે ગયો પણ તેણે આજ્ઞાવંત જોઈ પાછા આવ્યા. ફરીથી ઉદ્યાનમાં જતાં-દ્વારપાળે કહ્યું કે અંદરમાં વિશાખાનંદી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org