________________
પ્રકરણ ૩૭ મું. રામે-બ્રહ્મા, વિષ્ણુ બોલાવ્યા. પેટમાં બ્રહ્માંડ.
૨૮૧
અને છેવટે તેના સંબધે તામ્ર પત્ર પણ કરીને રામચંદ્રજીએ આપ્યાં. અને હનુમાનને રક્ષા કરવાની આજ્ઞા કરી દીધી. છેવટે જીર્ણોદ્ધાર કરી-દેવતાઓને અને બ્રાહ્મણને આશીર્વાદ ગ્રહણ કરી બધા પોત પોતાને ઠેકાણે ચાલ્યા ગયા આ તેત્રીશમે અધ્યાય કલેક ૫૮ થી પૂરે કરેલ છે ત્યાંથી વિશેષ જોઈ લેવું.
આ લેખમાં વિચારવાનું કે-રામચંદ્રજીના સ્મરણ માત્રથી–બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવાદિક બધાએ દે હાજર થઈ ગયા.
વિષ્ણુ તે રામચંદ્રના અવતાર રૂપેજ છે ત્યારે રામના સ્મરણથી કયા બીજા વિષ્ણુ હાજર થયેલા માનવા? વળી વિચારવાનું કે વિષ્ણુ જયારે અવતાર લેતા હતા હશે ત્યારે શું બધા દેવની આજ્ઞા લેવી પડતી હશે કે સ્વતંત્રપણે? જે રામ સ્વતંત્રપણે છે તે પછી બીજા દેવોની આજ્ઞા લેવાની જરૂર શી પહે? વળી વાત એ છે કે–અમારા તરફથી લખાએલા–બ્રહ્માના લેખે, ત્યારબાદ વિષ્ણુ સંબંધીના લેખે, અને ત્યારબાદ જુ મહાદેવજીના લેખો–આ ત્રણ દેવામાં કયો દેવ પિતે પાર પહોંચી બીજાઓને પાર પહુંચાડે તેવું છે. એટલું વિચારવાની ભલામણ કરું છું. વૈદિક સ્કંદપુરાણે-રામના સમરણથી બ્રહ્માદિ બધા દે હાજર તેને વિચાર
(૧) બાલ રામ ચંદ્ર માતા કૌશલ્યાને વિરાટું સ્વરૂપ દેખાડયું. તુલસી રામાયણ બાલકાંડ. પૃ. ૧૯૨ થી
રામચંદ્રજીએ પિતાની માતા કૌશલ્યાને–પિતાનું અદ્દભુત અને અખંડ વિરાટ સ્વરૂપ દેખાડયું.
તે એવી રીતે કે-જેના રોમ રોમમાં-કોટિ કેટિ બ્રહ્માંડ ભમતાં હતાં. માતાએ વિરાટ સ્વરૂપમાં–સૂર્ય, ચંદ્ર, શિવ, બ્રહ્મા, પર્વત, નદીઓ, સમુદ્રો, પૃથ્વીઓ, વને, કાલે, કર્મો, ગુણે, દે, સ્વભાવે અગણિત દીઠાં. જે પદાર્થો કદી પણ સાંભળ્યા ન હતા. સર્વ પ્રકારથી પ્રબળતા ધરાવનારી માયા કે જે જીને નચાવે છે તેને પણ અત્યંત ભયભીત થએલી અને હાથ જેને ઉભેલી દીઠી. અને જેએને માયા નચાવતી હતી–એવા જીને પણ દીઠા અને તે જીવને માયાના બંધનમાંથી મુકત કરનારી ભકિતને પણ દીઠી. આ રૂપ જોઈ શરીરમાં રોમાંચિત થએલાં અને જેમના મુખમાંથી કશા વચને પણ નીકળી શકતાં ન હતાં એવી માતાજીએ આંખ મીચી ચરણમાં
36.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org