________________
૨૦૮
તત્ત્વત્રથી–મીમાંસા.
' ખંડ ૧
આ સ્કંદપુરાણના તાકાસુરની સમીક્ષા. . પ્રથમ મત્સ્યપુરાણના તારકાસુરને વિચાર તપાસી જોયે. હવે આ સ્કંદપુરાણના તારકાસુરને તપાસીએ–આ તારકાસુરને ખંભાત બંદરના તખ્તનો ગાદીને માલીક થએલો બતાવ્યો છે. વાંગાસુરને તપથી અટકાવી બ્રહ્માએ પુત્ર થવાને વર આપે તે પુત્ર ૧૦૦૦ હજાર વર્ષ માતાના ગર્ભમાં રહે જન્મ થયા પછી “તારક' નામ પાડયું. લાયક ઉમરે ગાદી ઉપર આવ્યા. પછી દેવતાઓને જીતવા અયુત વર્ષ ( એટલે દશહજાર વર્ષ સુધી તપ કર્યો તે આહાર વિનાને ત્યારે બ્રહ્મા તેને વર આપવા ગયા. તારકાસુરે માગણુરી કે હું કેઈથી મરૂ નહિ, એ વર આપે. બ્રહ્માએ કહ્યું કે સાત દિવસના છોકરા વિના તું કેઈથી મરીશ નહી, એ વર આપ્યો. (બ્રહ્માની શક્તિ પૂર્વે બ્રહ્મ પ્રકરણમાં વિસ્તારથી લખેલી છે તે વિચારે) આ તારકાસુરે પ્રથમ બધા દેવતાઓની સાથે યમદેવને પણ નાશજ કર્યો. (આ તારકે દેવલોકમાં જઈને યુદ્ધ કરેલું કે પૃથ્વી ઉપર ?) પછી વિષ્ણુ ભગવાને બધા દેવતાઓને નાશી જવાની આજ્ઞા કરી. યુગ યુગના ઉદ્ધારક વિષ્ણુ ભગવાન પણ આ તારકથી થાકયા જાણી દેવતાઓ પાર્વતીજીની પાસે ગયા, તેમને અંગના મેલથી ગણપતિ બનાવી કાંઈક મદદ આપી. છેવટે તપના અત્તે આવેલાં પાર્વતીના સંભેગનું વીર્ય સ્વહાએ શરના સ્લેબમાં નાખ્યું તેનાથી એક બાળક ઉત્પન્ન થયે. જ્યારે પેલો તારકાસુર મહાદેવના સામે થયે ત્યારે તે બાળકે માર્યો.
પ્રથમ બ્રહ્માએ તારકાસુરને વર આપે અને દેવતાઓને નાશ કરાવ્યો. તે શું જગતના જીના ઘાટ ઘડનાર એવા ત્રિકાળ જ્ઞાની બ્રહ્માની ભૂલ ન ગણાય? વિચાર કર્યા વગર દેવતાઓની વારે ચઢી વિષ્ણુ ભગવાને તેમનું સાર્થક શું કર્યું? છેવટે જોર મારી મહાદેવજી તારકના સામે ગયા પણ તે નાના સરખા છોકરાથી બચ્ચા. આ કથામાં સત્યાંશ કેટલો હશે તેને વિચાર કરવાની ભલામણ વાચક વર્ગને જ સોંપું છું અને આમાં કઈ મારી ભૂલ થએલી હોય તેની ક્ષમા યાચી નિવૃત થાઉં છું.
ઈતિ વૈદિક-સ્કંદપુરાણના તારકાસુર અને તેની સમીક્ષા
પુનઃ રામાયણના લેખમાંથી લીધેલા તારકાસુર
તુલસી રામાયણ બાલકાંડ પૃ. ૭૯ થી પૃ. ૧૦૦ સુધીના તારકાસુરની કથાને સાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org