________________
--
પ્રકરણ ર૭ મું જૈનના બીજા વિષ્ણુ અને પ્રતિ વિષ્ણુ ૨૦૫
જય નામના બળદેવાદિકના પૂર્વાવને સંબંધ એ છે કે–પૃથ્વીપુરના રાજા પવન વેગે રાજ્ય છીને દિક્ષા લીધી. દુષ્કર તપ કર્યો પછી લાંબા આયુષ્ય વાળા અનુત્તર વિમાનના દેવ થયા.
હવે આ તરફ વિંધ્યપુર નગરમાં વિધ્યશક્તિ નામને બળવાન રાજા હતે. તેને સાકેતપુરના રાજા પર્વતની પાસે ગુણમંજરી નામની વેશ્યા અતિરૂપવતી હતી તેની માગણી કરી. પર્વતે આપવાની ના પાડી. છેવટે વિંધ્યરાજાએ લડાઈ કરી જબરજસ્તીથી લીધી. પર્વતરાજાએ કષ્ટથી દીક્ષા લઈ દુષ્કરતપ કરતાં એવું નિદાન કર્યું કે હું વિધ્યશક્તિને મારવાવાળો થાઉં. તપના પ્રભાવથી દેવ પણે ઉત્પન્ન થયે.
હવે વિધ્યશકિતના જીવે પણ અનેક ભવમાં ભ્રમણ કરી છેવટે મનુષ્યને ભવપામી દીક્ષા લઈ તપ કર્યો. તપના પ્રભાવથી દેવતા પણે ઉત્પન્ન થયે. ત્યાંથી અવને-વિજયપુરના રાજા શ્રીધર તેની રાણી શ્રીમતી હતી. તેની કુક્ષીથી તારક નામના પ્રતિવાસુદેવ પણે બારમા તીર્થંકરના સમયમાં થયે.
આ તરફ દ્વારિકાના રાજા બ્રહ્મ નામના છે. તેમને બે રાણીઓ છે એક સુભદ્રા અને બીજી ઉમા છે. જે પવન વેગનો જીવ હતો તે સુભદ્રાની કુક્ષીથી જયનામા બલદેવ પણે ઉત્પન્ન થયા. અને જે પર્વતને જીવ હતું તે ઉમાની કુક્ષીથી દ્વિપૃષ્ટ નામના વાસુદેવપણે ઉત્પન્ન થયા. આ બન્ને ભાઈઓને બળવાન જાણી–તારક નામના પ્રતિવાસુદેવે તેઓને મારવાને વિચાર કર્યો. તેઓ વચ્ચે મહાયુદ્ધ થયું જેમાં દ્વિપૃષ્ટ વાસુદેવના હાથથી તારક પ્રતિવાસુદેવજ મરા ને નરક ગતિમાં ગયા..
વિશેષ અધિકાર ૩૫૦૦૦ હજાર કલેકના પ્રમાણવાળા ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રના પર્વ (૪) ચોથાના બીજા સર્ગમાંથી જોઇ લે.
છે ઈતિ જૈન પ્રમાણે બીજા દ્વિપૃષ્ટ વિષ્ણુ, તારક પ્રતિવિષ્ણુ, આ વૈદિક મતે પ્રતિવિષ્ણુ તે તારકાસુર,
(૧) મત્સ્યપુરાણના-તરકાસુર. મતમીમાંસા પૃ. ૧૩૬ મત્સ્યપુરાણ. અધ્યાય ૧૫ર લેક ૨૩૩ થી.
તારકાસુર દૈત્યની-દેવતાઓની સાથે ઘણી ભારી લડાઈ થઈ તેમાં બને સેનાના ઘણાજ સૈનિકે માર્યા ગયા. પછી તારકાસુરે પિતે રથથી ઉતરીને કેટલાકેને પોતાના હાથથી અને કેટલાકને પગની એડીઓથી એ પ્રમાણે કરોડે દેવતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org