________________
૧૩૦
તત્રયી મીમાંસા.
' ખંડ ૧
સગર પછી અંશુમાન અને અંશુમાન પછી દિલીપ રાજા ગાદીએ આ દિલીપે રવર્ગમાંથી ગંગા ઉતારવા બહુ પ્રયત્ન કર્યો પણ તે સફળ થયો નહીં. દિલીપ પછી એને પુત્ર ભગીરથે ગાદીએ આવ્યું. એણે અત્યંત તીવ્રતપશ્ચર્યા કરીને ગંગાજીને પ્રસન્ન કર્યા પણ પૃથ્વી ઉપર એ પડે ત્યારે એમના ભાર કેણ ઝીલે? તેથી બીજીવાર તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા એમણે વર્ગમાંથી પડતી ગંગાને પિતાના મસ્તકે ધરી અને ત્યાંથી તે પૃથ્વી ઉપર પધને સમુદ્ર તરફ ચાલી. સમુદ્ર કાંઠે સગરના પુત્રની રાખને પિતાના જાતથી પવિત્ર કરી અને સગરના પુત્રને સદગતિએ પહોંચાડ્યા. ગંગા ભાગીરથી કહેવાઈ અને સગરના પુત્રએ ખોદેલે સમુદ્ર સાગર કહેવાય.” સમીક્ષા
શિવજીએ એક સ્ત્રીને એક પુત્રનું અને બીજીને સાઠ હજાર પુત્ર થવાનું વરદાન આવ્યું તે બન્ને સ્ત્રીઓને સમાન ભાગે પુત્રો થવાનું વરદાન કેમ નહી આપ્યું હોય અને શિવજીના આપેલા પુત્રોને કપિલમુનિથી બાળી મરાયજ કેમ? અશ્વમેધાદિક યજ્ઞની વાતે જૈનમત પ્રમાણે સગરના પછી ઘણા લાંબા કાળ પછીથી જ ચાલેલી છે. તે આગળ જણાવવામાં આવશે. ભરતના પુત્ર મરીચિ તેના પછી કપિલમુનિ થયા છે સગર વખતે સંભવ જણાતું નથી તે પછી બાલી મારવાનું કેવી રીતે બની શકે? :
શિવજીના વરદાનથી પ્રાપ્ત થએલા સાઠ હજાર પુત્રો સગર પિતાના જીવતાંજ બળી મુઆ તે, જે શિવજીએ આપ્યા હતા તેમની જ આરાધના કરીને જીવતા કેમ ન કરાવ્યા? શું શિવજીને આપવાની સત્તા હતી, તેવી રીતે પાછા જીવતા કરવાની સત્તા ન હતી? ખેર.
સગરને પુત્ર અસમંજસ, તેને પુત્ર અંશુમાન, તેને પુત્ર દિલીપ અને સગરની ચોથી પેઢીએ દિલીપને પુત્ર ભગીરથ. તે ભગીરથે, તપશ્ચર્યાથી ગંગાનદીને પ્રસન્ન કર્યા. તેને ધધ ઝીલવા ફરી તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. ત્યારબાદ ગંગાનદીને ઘેધ શિવજીના મસ્તક પર પી પૃથ્વી ઉપર પડે અને સમુદ્ર તરફ વહન થતે સગરના પુત્રોની રાખને પવિત્ર કરી સાઠે હજારને સ્વર્ગ પહોંચાડયા. એમ પુરાણમાં જણાવ્યું છે પણ તે સગરના સમયમાં માણસનાં શરીર ઘણાં ઉંચાં હતાં અને આયુષ્ય પણ ઘણાં લાંબા કાળનાં હતાં છતાં પણ સગર રાજાની ચોથી પેઢી ઉપર થએલા ભગીરથે તે સાઠ હજાર મુડદાંની રાખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org