________________
- ૧૪ તત્વત્રયી-મીમાંસા.
' ખંડ ૧ (૩) શિવપુરાણમાં વર્ણવ્યું છે કે--
આ બ્રહ્માંડમાંથી પ્રથમ શિવજી ઉત્પન્ન થયા એ શિવજીના ડાબા હાથથી વિષ્ણુ અને લક્ષ્મી પ્રગટ થયાં, અને જમણે હાથથી બ્રહ્મા અને સરસ્વતી પેદા થયાં. પછી ગુણ સંયુક્ત પ્રકૃતિ શિવજીના જોવામાં આવી તે પ્રકૃતિએ શિવજીનું સામર્થ્ય ધારણ કરી મહત્વાદિ ઉત્પન્ન કર્યા. તેમાંથી સાત્વિક, રજસ અને તમસ એ ત્રણ અહંકાર ઉત્પન્ન થયા. સાત્વિકમાંથી દેવતાઓ, રજમાંથી ઈદ્રો, અને તમસમાંથી પાંચ તત્ત્વ, ઉત્પન્ન થયાં. એ પાંચ તથી બધા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ.
(૪) દેવીભાગવતમાં લખ્યું છે કે
કાળી દેવીએ કહ્યું કે જગતમાં હું આદ્ય શક્તિ થઈ, તેથી જગતના બીજ રૂ૫ (કારણ ભૂત) હું છું. પ્રથમ શિવ અને શક્તિ રૂપે પ્રગટ થઈ. પછી વિષ્ણુ અને વિષ્ણુની શકિત રૂપે ઉત્પન્ન થએલી હેવાથી આ સુષ્ટિ મારાથીજ ઉત્પન્ન થએલી છે.
તથા કાળી દેવી એ આદ્ય શક્તિ છે એણે ત્રણ ઈંડાં ઉત્પન્ન કર્યા એમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ બહાર નિકળ્યા એમણે જગતની રચના કરી એમ અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે. ' (૫) મડુક ઉપનિષલ્માં કહ્યું છે કે
- જેમ કળીઓ પિતાની મેળે પિતે જાળું ઉત્પન્ન કરી પાછું તેને પિતાનામાં જ સમાવી દે છે, તે જ પ્રમાણે જે એક અવિનાશી પુરુષ છે, તેમાંથી જ
આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, અને પાછળથી તે અવિનાશી પુરુષમાં જ પાછી સમાઈ જાય છે. (૬) મનુસ્મૃતિના પ્રથમોધ્યાયના . પ માંથી લખ્યું છે કે
પ્રથમ તે એક અંધકારજ વિદ્યમાન હતે તેને નાશ કરવા વાળા સ્વયંભૂ ભગવાન ઉત્પન્ન થયા. તેમણે જળ ઉત્પન્ન કરી તેમાં બીજ નાંખ્યું, તેથી સેનાનું ઈડું ઉત્પન થયું. એ ઈડામાં સર્વ લેકના પિતામહ બ્રહ્માજી ઉત્પન્ન થઈ કઈ નિખર્વ વર્ષ સુધી તેમાંજ રહ્યા આખરે ઇંડાના બે ભાગ કરી બ્રહ્મા બહાર આવ્યા. એ બે ટુકડામાંથી એક ટુકડાને આકાશ અને બીજાથી પૃથ્વી બની ગઈ. તે પછી અગ્નિ, વાયુ, અને સૂર્ય એ ત્રણ દેવ ઉત્પન્ન થયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org