________________
૧૫૦
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
આટલી મોટી સત્તાવાળા તે પ્રજાપતિ-બ્રહ્મા પુરાણમાં કેવા સ્વરૂપના લખાયા તેને પણ થોડો વિચાર કરીને જોઈએ.
(૧) ભાગવત-કંધ ૩ જે. અ. ૩૭ માં-પુત્રીનું રૂપ દેખીને મેહિત થતાં તે હરિણીનું રૂપ ધરીને ભાગી. બ્રહ્મા હરણ રૂપે પાછળ દોડયા, આ વાત અનાદિના બ્રમ્હાની કયે ઠેકાણેથી મેળવી હશે?
| (૨) મત્સ્યપુટ અ. ૩ જે-શતરૂપાની સાથે બ્રમ્હા સે સે વર્ષ સુધી ક્રીડા કરતા રહ્યા. આજે તેમની દશા કેવી હશે?
(૩) પદ્મ પુ. નં. ૧ લો, અ. ૧૭ માં-બ્રહ્માએ બીજી સ્ત્રી કરી. પહેલીને ખમાવવા પગમાં પડયા તો પણ શાપના પાત્ર થયા. આ વાત કયા કાળમાં બની હશે?
(૪) દેવીભાગવતે-દેના હાથ ઘસવાથી ત્રણ દેવે ઉત્પન્ન થતાં બેને ખાઈ ગઈ. મહાદેવે જીવતા કરાવ્યા. શું આ વાત બનેલી હશે
(૫) વિષગુ પુમાં–મેરૂ પર્વત જેટલા મોટા અંડમાં-બ્રહ્મા બધા જગને લઈને તેમાં રહ્યા. તે ક્યાંથી આવીને તેમાં ભરાયા ? અને આ વાત કયા કાલમાં બનેલી ?
(૬) મહાભારતાદિકમાં–અંડમાંથી નહીં પણ વિષ્ણુના નાભિકમલમાંથી નીકળેલા બતાવ્યા છે. આ બધા લેખકોમાંને ક લેખક જ્ઞાનીરૂપને સાચે થયેલું હશે ?
(૭) વરાહ પુ. માયાચક, અ. ૧૨૫ માં–વિષ્ણુ કહે છે કે–પ્રજાપતિને અને મહાદેવને હુંજ ઉત્પન્ન કરું છું. વિચારવાનું કે-વેદમાં, વેદાંતમાં, આ પ્રજાપતિ કયા કાળમાં ઘૂસ્યા ?
(૮) શિવ પુરા વિધેશ્વર સં૦ અ. ૬ માં-બ્રહ્મા વિષ્ણુને કહે છે કે-હું તારે બાપ આવ્યો છું, કૃષ્ણ કહે છે-કે હું તારે બાપ, એમ હું ને તું કરતાં ખૂબ લડયા. દેવતાઓ ભયભીત થયા. વિચારવાનું કે–આ અવસર્પિણીમાં ૧ લા ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા પુત્રીના પતિ–લોકમાં પ્રજાપતિ તેને વૈદિકેમાં બ્રહ્મા કલ્પી, આ બધી ઉંધી છત્તી બાજી જાણી બૂછને રચેલી છે. આ બધું ભૂલથી લખાયેલું નથી. પુત્રી મૃગાવતીને હરિણી રૂપે કલ્પીને, રાજાને હરણરૂપે પાછળ દડાવેલા, જુવે કલમ પહેલીમાં. આ રાજાને બ્રમ્હા રૂપે કપીનેસંપૂર્ણ વૈદિક ધર્મના અને સંપૂર્ણ જગતના ઉત્પાદક અને માલક તરીકે બેસી ઘાલ્યા છે. આ વૈદિક ધર્મના સંચાલકે કેટલા બધા ચતુર શિરમણિઓ હશે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org