________________
પ્રકરણ ૩૭ મું. ખરો વિકાર સમજેનાર લક્ષ્મણ રઘુનાથ ભિડે.
૪૨૩
પુરાણમાં દરેક સ્થળે જોવામાં આવે છે. જે વખતે નવમા તીર્થંકર ભગવાન સુવિધિનાથ જિનશાસનનું વર્ધન કરતા હતા. તે વખતે-હિંસાત્મક વેદ, શૈવલ્ય જાણે, યાજ્ઞવલ્કયે અને પીપલાદિ ઋષિ મુનિઓએ રચ્યા. તત્પર્વે જન ધર્મના આગમ વિદ્યમાન હતાં, એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વેદ અપીય નથી, માટે જેને નાસ્તિક નથી. x x xજૈન લોક મહા વિદ્વાન, પરાક્રમી અને તપસ્વી હતા. આજે તેમની લેક સંખ્યા બહુ ઓછી છે પરંતુ આજે દુનિયા ભરમાં તેમનો અહિંસા ધર્મ વિજયી અને અમર થયો છે. માટે દરેક વિદ્વાને જૈન ધર્મને સૂક્ષમ અભ્યાસ કરી જરૂરી છે. * * *
આત્મ તત્વ ઉપર પરમ આહંત જૈને જેટલી–એક નિષ્ઠા, તત્વજ્ઞાન અને વ્યવહારમાં બીજા ધર્મ પ્રવર્તકેએ-કેઈકજ વખત બતાવી હશે. આવી સ્થીતિમાં જૈનેને નિરીશ્વરવાદી અને નાસ્તિક કહેવા, એના જેવી સત્યવંચના અને અજ્ઞાન બીજું નહિ હોય. જેને આધિભૌતિક અને પશુબળ ઉપર વિશ્વાસ છે, તે જ ખરેખરા નાસ્તિક અને નિરીશ્વરવાદી છે.
આત્માનું અસ્તિત્વ જેઓ માને છે, અને ભૌતિક વિષયથી પર એક અધ્યાત્મ વિષયને જેઓ મહત્વપૂર્ણ સમજે છે, તે જ ખરો આસ્તિક છે. * - વેદનું અપૌરુષેયત્વ, ઈશ્વરનું સુષ્ટિ કર્તવ, છત્માઓનું ઈશ્વરાધીનત્વ, સામાન્ય નીતિ વિરૂદ્ધ ક્રિયા કરી, જેઓ આત્મવિકાશ થશે એમ માને છે, આ બધી ભ્રમિક કલ્પનાઓ હૃદયમાં ધારણ કરવી, એ મિથ્યાત્વનાં લક્ષણે છે, મિથ્યાત્વ નિરસન અને સમ્યકત્વ ગ્રહણ એ જૈનધર્મની વિશિષ્ટતા છે. તમામ દુરાગ્રહ છેવને સત્યને સ્વીકાર કર, એના જે બીજો ગુણ દુનીયામાં કયો છે? આ ગુણના અભાવેજ અશાન્તિ અને કલહ ફેલાયો છે. જૈન ધર્મ એ વિશ્વધર્મ થવાને લાયક છે x x જૈન તત્વજ્ઞાન જે પ્રમાણે શુદ્ધ અને નિષ્કલંક છે, તેમ જૈનેને આચાર ધર્મ પણ શુદ્ધ છે. જૈનધર્મમાં તત્વજ્ઞાન નથી એમ માનનાર અજ્ઞાની છે, જેનધર્મને જે કે આ દુનીયા ભરમાં ગાજી રહ્યો છે તેનું કારણ જૈનના દંભરહિત આચાર ધમને જ આભારી છે, જેની આચારધર્મ સ્વેચ્છાનુકુળ નથી એજ તેની વિશિષ્ટતા છે. સમાજને ચિરકાલ ટકાવી રાખવા માટે હિંસાને અહિંસા અને અસત્યને સત્ય કહેવા જૈનધમ કેઈ કાળે તૈયાર નથી. પણ જેઓ તેમ કરે છે તેઓ મિથ્યાત્વી છે. આ મિથ્યાત્વથીજ પાખંડ વધી પડયું છે, આ મિથ્યાત્વને નાશ કરે એ જૈનધર્મનું શિક્ષણ છે, દરેક આત્માને શુદ્ધ બનાવવા માટેજૈન ધર્મ આદેશ આપે અને સ્પષ્ટ માર્ગ બતાવે, પછી ભલે અનુયાયી એાછા રહેવા પામે પરન્તુ ભૂલથી પણ તેઓ આત્મબળની વૃદ્ધિ માટે પશુબળની આવશકયતા નડુિ બતાવે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org