________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શનકારે.
૨૭૧
જેમકે-અનેક ગામાં ગાયના સ્વરૂપથી ભિન્ન પણ કાંઈ પણ દેખાતું નથી, તેથી તે બધી એકજ સ્વરૂપની છે. પણ કાલી ગાય, ઘેલી ગાયની અપેક્ષા થી શું ભિન્ન નથી ? કહેવું જ પડશે કે ભિન્ન છે.
બીજી વાત એ છે કે-એકજ પદાર્થ મેટાની અપેક્ષાથી ના ગણાય, અને બીજા નાનાની અપેક્ષાથી તેજ પદાર્થ શુ મેટ ગણાતું નથી ? કહેવું જ પડશે કે મેટ ગણાય છે.
આવી રીતના બધા વિચારોમાં વિરોધપણાની વાતજ કયાં રહે છે.
ઉપર પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ બતાવતાં પંડિત કુમારરિલભટ્ટ, જેનોના અનેકાંતવાદનું સમર્થન કરી, બીજા એકાંતવાદીઓને શિક્ષા દેવામાં ઓછું શું
(પૃ. ૬૧ થી)
શાસ્ત્ર દીપિકા. | મીમાંસા દર્શન પર શાસ્ત્ર દીપિકા નામને એક ઉત્તમ ગ્રંથ-પાર્થસાર મિશ્ર લખ્યો છે. તેમાં પણ અનેકાંતવાદને ઉલ્લેખ--જગે જગો પર પંડિત કુમારિક ભટ્ટની પેઠે જ કરે છે, એટલું જ નહી પણ અનેકાંતવાદની મુખ્યતા રાખી એકાંત પક્ષીઓનું ખંડન પણ સારી રીતે કરેલું છે.
પ્રથમ અવયવ અવયવી, અથવા કાર્ય કારણને ભેદા ભેદ બતાવતાં જણાવ્યું છે કે
- અવયથી અવયવી નતે એકાંત ભિન્ન છે, તેમજ નો અભિન્ન છે, કિંતુ ભિના ભિન્ન રૂપજ છે. જેવી રીતે ભેદ અનુભવ સિદ્ધ છે, તેવી જ રીતે અભેદ પણ સિદ્ધ રૂપજે છે, તેથી બન્ને પક્ષને સ્વીકાર કરીયે ત્યારે જ યથાર્થ વ્યવસ્થા કરી શકીએ.
એટલાજ માટે એકાંત ભેદ અને અભેદના માનવાવાળા-વૈશેશિષ તેમજ વેદત દર્શના સિદ્ધાંતમાં અપૂર્ણતાને અનુભવ કરતાં-પાર્થસાર મિશ્ર પૃ. ૪૧૨ માં લેખે છે તેને કિ ચિત સાર–
તેઓ લખે છે કે--અવયવેથી અવયવી અથવા કારણથી કાર્ય, એકાંત ભિન્ન અથવા અભિન્ન અમે માનતાજ નથી, કિંતુ ઉભય રૂપજ માનીએ છિએ. તે એવી રીતે માનીએ છે કે-કેઈ અપેક્ષાથી ભિન્ન, તો કેઈ અપેક્ષાથી અભિન, માન્ય કરવું તેજ યથાર્થ છે. જો કારણથી કાર્ય ભિન માનવામાં આવે તે તંદુઓથી પટ બિન દેખાવ જોઈએ. તેમજ અવયવીથી અવયવે એટલે મનુષ્યના હાથ પગ પણ જુદા દેખાવા જોઈએ, તે તે સર્વથા જુદા દેખાતા નથી, તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org