________________
૫૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર કહેવાય છે. શાસ્ત્રની આ વ્યાખ્યા જેમાં ઘટે તેવા શાસ્ત્રને જ પ્રજ્ઞાવાન પુરુષોએ શાસ્ત્ર તરીકે સ્વીકારવું જોઈએ. કેમ કે, જે શાસ્ત્ર-વચનના આધારે ચાલી દુઃખભર્યા સંસારસાગરથી ત૨વાનું છે અને આત્માનું પરમ સુખ પામવાનું છે, તે જ શાસ્ત્રના વિષયમાં જો ઠગાઈ જઈએ તો સંસાર તરવાને બદલે ડૂબી જવાય અને દુઃખની પરંપરાનું સર્જન પણ થાય.
વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ પણ ‘પ્રશમરતિ’ નામના ગ્રંથમાં શાસ્ત્રની આ જ વ્યાખ્યા કરી છે કે, રાગ-દ્વેષથી ઉદ્ધત થયેલા ચિત્તવાળાને જેના વડે શુદ્ધ ધર્મમાં અનુશાસ્તિ અપાય છે અને દુઃખથી રક્ષણ કરાય છે, તેને સજ્જનો શાસ્ત્ર કહે છે?
જે વચનમાં શાસન અને રક્ષણ કરવાની શક્તિ છે, તેને જ શાસ્ત્ર કહેવાય, તેવો નિર્ણય થતાં જ જિજ્ઞાસા થાય કે, આવી શક્તિ કોના વચનમાં હોઈ શકે ? તેથી ગ્રંથકા૨શ્રી કહે છે કે, માત્ર સર્વજ્ઞ વીતરાગનું જ વચન એવું છે, કેમ કે તે જ આત્માને અહિતથી ઉગારી, હિતના માર્ગે ચઢાવી શકે છે, દોષરૂપ કષાયોથી મુક્ત કરાવી, ક્ષમાદિ ગુણોમાં યત્ન કરાવે છે. રાગ-દ્વેષના દ્વન્દ્વોમાંથી આત્માને બહાર કાઢી વીતરાગભાવ તરફ લઈ જાય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનને ઓળખાવી સમ્યજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરાવે છે. વિષયોની વાસનાથી આત્માને મુક્ત કરાવી વૈરાગ્યની ભાવનાથી સુવાસિત કરે છે, વીતરાગ સિવાય અન્ય કોઈ રાગાદિ દોષવાન્ વ્યક્તિના વચનમાં એવી તાકાત નથી કે જગતના જીવોનું હિત કરી શકે. ૧૨॥
અવતરણિકા :
‘વીતરાગના વચનને જ શાસ્ત્ર કહી શકાય, અન્ય કોઈના વચનને નહિ.' એવું જાણી કોઈને જિજ્ઞાસા થાય કે, વીતરાગનું વચન જ શાસ્ત્ર કેમ કહેવાય, અન્ય કોઈનું કેમ નહીં ? તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે
શ્લોક :
वीतरागोऽनृतं नैवं ब्रूयात्तद्धेत्वभावतः यस्तद्वाक्येर्ध्वनाश्वासंस्तन्महामोहविजृम्भितम् ॥१३॥
શબ્દાર્થ :
૧. વીતરાો - વીતરાગ ૨. નૃતં - અસત્ય રૂ. નૈવ - ન જ ૪. વ્રૂયાત્ - બોલે . તત્ત્વેત્વમાવત: - કેમ કે, તેમનામાં તેના = અસત્ય બોલવાના કારણો જ વિદ્યમાન નથી, ૬. તદ્દાચેવુ - (આમ છતાં) તેમના (વીતરાગના) વચનમાં ૭. ય: - જે ૮. બનાશ્વાસ: અવિશ્વાસ છે ૧. તન્મહામોહવિવૃમ્નિતમ્ - તે મહામોહનો વિલાસ છે.
શ્લોકાર્થ :
વીતરાગ કદી ખોટું ન જ બોલે. કેમ કે, અસત્ય બોલવાના (રાગાદિ) કારણો જ તેમનામાં નથી, આમ છતાં તેમના વચન ઉપર જે અવિશ્વાસ થાય છે, તે મહામોહનો વિલાસ છે.
2. यस्माद्रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे । सन्त्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यते सद्भिः ।। १८७ ।।
Jain Education International
For Personal & Private Use Only
-
પ્રશમરતો ।।
www.jainelibrary.org