________________
અતીન્દ્રિયમાર્ગમાં તર્કની મર્યાદા- ગાથા-૭
વિશેષાર્થ :
કહેવાતા અર્થથી જુદા જ અર્થને પકડે અને ન હોય તેવા દોષોનો આરોપ કરાવે તેવી કુયુક્તિને – ખોટી દલીલને - જાતિપ્રાયઃ1 યુક્તિ કહેવાય છે. આવી યુક્તિ પદાર્થના સ્વરૂપના યથાર્થ નિર્ણય કરવા માટે ઉપયોગી બનતી નથી, પણ પદાર્થના સ્વરૂપમાં ભ્રાંતિ પેદા કરીને અનર્થનું જ કારણ બને છે. જેમ એક નૈયાયિક વિદ્યાર્થી તાજો ન્યાયશાસ્ત્ર ભણીને ઘેર આવતો હતો. એટલામાં તેની સન્મુખ ગાંડો બનેલો હાથી દોડતો આવ્યો. હાથી પર બેઠેલા મહાવતે બૂમ પાડી કે, “હે લોકો ! હાથી ગાંડો થયો છે, માટે જલ્દી ખસી જાવ, દૂર ચાલ્યા જાવ.” આ સાંભળી તે ન્યાય ભણેલો વિદ્યાર્થી તર્ક કરતાં કહે છે કે, “અરે મુર્ખ ! શું આવું અસંગત બોલે છે ? હાથી અડેલાને મારે છે કે ન અડેલાને ? જો અડેલાને મારતો હોય તો તું અડેલો છે, તો તને કેમ મારતો નથી ? અને જો ન અડેલાને મારે તો મારી જેમ આખું વિશ્વ તેને અડેલ નથી, માટે બધાને મારે, પણ એવું તો બનતું નથી. એટલે મારે અહીંથી જરાય ભાગવાની જરૂર નથી. આ પ્રમાણે તે કુતર્કો કરતો હતો એટલામાં તો સામેથી હાથી આવ્યો અને વિદ્યાર્થીને સૂંઢમાં પકડી મારવાની તૈયારી કરી. મહાવતે મહામુશ્કેલીથી તેને છોડાવ્યો.
અનુભવ વિના માત્ર ખોટા કુતર્કો કરવાથી જેમ ન્યાયશાસ્ત્રનો વિદ્યાર્થી દુ:ખી થયો તેમ અતીન્દ્રિય ક્ષેત્રમાં પણ અનુભવ વિનાના વ્યક્તિઓ માત્ર કુતર્કો કરીને કાંઈ પામી શકતા નથી, માત્ર પોતાના મિથ્યાત્વને પુષ્ટ કરી, ભવભ્રમણ વધારી, દુ:ખની પરંપરા સર્જે છે.
આત્મા, પુણ્ય, પાપ વગેરે અતીન્દ્રિય પદાર્થો કેવળજ્ઞાની જ જોઈ શકે છે, તેના હિત-અહિતનો વિભાગ પણ તેઓ જ કરી શકે છે. આ જ કારણથી આ વિષયમાં તેમના વચનને અનુસરવામાં જ શ્રેય છે; પરંતુ તેમના વચનને બાજુ ઉપર મૂકી, “આત્મા દેખાતો નથી માટે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી, હોય તો દેખાય કેમ નહીં ? પુય-પાપનું ફળ અહીં તો જોવા મળતું નથી. અહીં તો પાપ કરનાર સદા સુખી અને પુણ્ય કરનાર દુ:ખી એવું પણ જોવા મળે છે.' - આવા ખોટા તર્કો કરવાથી આત્મા આદિ તત્ત્વોનો વાસ્તવિક બોધ થતો નથી અને આવા બોધ વગર આત્માના હિત માટે કોઈ વિશેષ પ્રયાસ પણ થઈ શકતો નથી. છી.
1. જાતિપ્રાય:- વાદી સમ્યગુ હતુ કે હેત્વાભાસનો પ્રયોગ કરે ત્યારે હેતુનિષ્ઠતત્ત્વ કે દોષનો પ્રતિભાસ શીધ્ર ન થવાથી
હેતુપ્રતિબિબ તુલ્ય અર્થાત્ હેતુને સમાન દેખાતા પ્રયોગ દ્વારા કંઈ પણ કહી દેવું તે જાતિ છે, એટલે કે દૂષણાભાસ છે, એટલે કે હેતુમાં રહેલા દોષાદિની સમ્યક પરીક્ષા કર્યા વિના જ હેતુ સાથે તુલ્યતાનો આભાસ કરાવનાર અન્ય હેતુ દ્વારા સત્પતિપક્ષ વગેરે દૂષણ બતાવવું તે જાતિ છે. નૈયાયિક શાસ્ત્રમાં સાધર્મ આદિ ચોવીસ પ્રકારની યુક્તિઓ બતાવી છે, તેને જાતિ કહેવાય છે. તેના જેવી બીજી પણ જે કયુક્તિઓ છે, તેને જાતિપ્રાય: કેહવાય છે. આવી જાતિપ્રાય: કુયુક્તિઓ પદાર્થના સ્વરૂપનો યથાર્થ નિર્ણય માટે ઉપયોગી ન બનતાં પદાર્થના વિષયમાં ભ્રાંતિ પેદા કરી માત્ર અનર્થનું જ કારણ બને છે. આ વિષે વિશેષ માહિતી પરિશિષ્ટ નં.૨માંથી તથા વિવિધ ન્યાયશાસ્ત્રોમાંથી મેળવી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org