SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મના અધિકારી - ગાથા-૫ ઉત્સર્ગ કે અપવાદ, નિશ્ચય કે વ્યવહાર કોઈ પણ બાબતનો અસદ્ આગ્રહ રહેતો નથી. જ્યાં જે પ્રકારે જે વસ્તુ મોક્ષમાર્ગમાં ઉપકારક થાય ત્યાં તે પ્રકારે તે વસ્તુને તે મહત્ત્વ આપી શકે છે. તેનામાં સર્વ વસ્તુની વાસ્તવિકતાને ઊંડાણથી વિચારવાની સૂક્ષ્મ દૃષ્ટિનો ઉઘાડ થાય છે. જેના કારણે તેના મનમાંથી સ્વ-૫૨નો ભેદ ભૂંસાવા લાગે છે અને જીવ માત્રનું હિત કરવાની ઉમદાવૃત્તિ પ્રગટે છે. હૈયાની આવી વિશાળતા ધરાવનાર જીવો સામી વ્યક્તિના કર્મકૃત પર્યાયો પરથી દૃષ્ટિ હટાવી તેના શુદ્ધ આત્મદ્રવ્યને જોવામાં કુશળ બને છે, તેથી જ ઉપાધ્યાયજી મહારાજે તેઓમાં અધ્યાત્મ પામવાની યોગ્યતા છે તેમ જણાવ્યું છે. ગ્રંથકારશ્રીએ અધ્યાત્મસાર નામના પોતાના ગ્રંથમાં જણાવ્યું છે કે, સ્યાદ્વાદ દૃષ્ટિથી સર્વ પદાર્થોનું અવલોકન કરવામાં આવે ત્યારે જ સાધકમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, તેથી અધ્યાત્મના અધિકારીના આ ત્રણે લક્ષણો જો કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા ગીતાર્થ મુનિ ભગવંતોમાં જ પૂર્ણતયા ઘટે તેવા છે. આમ છતાં આ લક્ષણોના બીજ અપુનર્બંધક અવસ્થામાં પણ દેખાય છે. કેમ કે શાસ્ત્રમાં અપુનર્બંધકના જે ત્રણ લક્ષણો પ્રસિદ્ધ છે, તે લક્ષણોનો અંતર્ભાવ આ ત્રણ વિશેષણોમાં થઈ શકે. અપુનર્બંધકનું પ્રથમ લક્ષણ છે - પાપ નવિ તીવ્રભાવે કરે. જે જીવો વિશ્રાન્તિને સન્મુખ બન્યા હોય તે જીવો ભવભ્રમણથી કંટાળી ગયા હોય તેથી તેઓ ભવભ્રમણને વધારનારા પાપ વ્યાપારોને કદી રાજીખુશીથી ન સેવે; કર્મના બંધનને કારણે તેમને પાપ કરવું પડે ત્યારે પણ તેઓ પાપને ક૨વા જેવું તો ન જ માને. વળી, અપુનર્બંધકનું બીજું લક્ષણ છે ભવ પ્રત્યે બહુમાન ન હોય. જ્યાં સુધી નયકૃત ભ્રાન્તિઓ ટળી ન હોય ત્યાં સુધી જ જીવને સંસાર, તેના સંબંધો, પૌદ્ગલિક સામગ્રીઓ, રાગાદિના વિવિધ ભાવો સુખકારક લાગે છે; જ્યારે ‘સંગમાં સુખ છે’ એવો ભ્રમ ટળે છે ત્યારે સાધકને સંસાર લેશમાત્ર સુખકર નથી લાગતો તેથી તેને ભવ પ્રત્યે બહુમાન નથી રહેતું. ૩૭ - વળી અપુનર્બંધકના ત્રીજા લક્ષણ ઉપર પણ ગંભીરતાથી વિમર્શ કરીએ તો સમજાય એવું છે કે, જ્યાં સુધી સ્યાદ્વાદની વિશાળ દૃષ્ટિ ખીલી ન હોય ત્યાં સુધી જ જીવમાં પોતાની ગણાતી વ્યક્તિ પ્રત્યે રાગ અને અન્ય પ્રત્યે દ્વેષ આદિથી પ્રેરિત અનુચિત પ્રવૃત્તિઓ દેખાય છે. જ્યારે સ્યાદ્વાદની નિર્મળ દૃષ્ટિનો ઉઘાડ થાય છે ત્યારે હૈયાની વિશાળતાને કારણે લાગણીમાં તણાયા વગર સર્વત્ર ઔચિત્યનું પાલન સહજ બની જાય છે. આ જ તો અપુનર્બંધકનું ત્રીજું લક્ષણ છે. આમ અપુનર્બંધક અવસ્થા વાળા જીવમાં આ શ્લોકમાં જણાવેલા ત્રણે લક્ષણો અંશે અંશે પણ જોવા મળે છે. આવા આત્માઓ જ માધ્યસ્થ્ય કેળવી તત્ત્વ-અતત્ત્વનો વિવેક કરવા સમર્થ બને છે અને અતીન્દ્રિય માર્ગને સમજી શકે છે, આમ આ જીવો અધ્યાત્મના અધિકારી બને છે. પા 4. જ્ઞાનનર્મ તુ વૈરાગ્યું, સમ્યવત્તત્ત્વરિચ્છિદ્ઃ । ચાાવિન: શિવોપાય-શિનસ્તત્ત્વશિનઃ ।।૬/૬।। મિમાંસામાંસા યસ્ય, સ્વપરાશમોપરા । બુદ્ધિઃ સ્વાત્તસ્ય વૈરાગ્યું, જ્ઞાનવર્મમુશ્રુતિ ।।૬/૨૭।। વળી સમ્યક્ તત્ત્વને જાણનારા, સ્યાદ્વાદના જ્ઞાનવાળા, મોક્ષના ઉપાયને સ્પર્શનારા, તત્ત્વના દર્શી એવા જીવોનો વૈરાગ્ય જ્ઞાનગર્ભ હોય છે. ।।૧૬।। Jain Education International સ્વદર્શન-૫૨દર્શનના આગમના વિષયવાળી, તત્ત્વવિચારણાથી પુષ્ટ થયેલી એવી બુદ્ધિ જેની હોય, તેને જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રગટે છે. ||૧૭॥ - અધ્યાત્મસારે।। For Personal & Private Use Only www.ahir ludhary.org/
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy