________________
અધ્યાત્મ ઉપનિષ ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
કોશિકા
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।। આત્મ સાધનાનો માર્ગ અતીન્દ્રિય હોઈ, તેનું યથાર્થ દર્શન વીતરાગ સર્વજ્ઞ ભગવંતો જ કરી શકે છે અને તેનું યથાર્થ નિરૂપણ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો ઉપરાંત ભૂમિકા પ્રાપ્ત એવા તેમના અનુયાયી (સંવિગ્ન-ગીતાર્થ) સાધુ ભગવંતો પણ કરી શકે છે. તે સર્વજ્ઞ કથિત માર્ગને અનુસરીને જ અધ્યાત્મ સાધક પુરુષો અધ્યાત્મ સાધનાના માર્ગે નિઃસંદેહ પ્રવૃત્તિ કરી શકે છે. વીતરાગ સર્વજ્ઞની હાજરીમાં તો તે પરમકૃપાળુને પૂછી પૂછીને પ્રવૃત્તિ કરવી શકય બની શકે છે; પરંતુ જ્યારે સર્વજ્ઞ ન હોય ત્યારે સાધનામાર્ગનો નિર્ણય અને તેમાં પ્રવૃત્તિ, સર્વજ્ઞના વચનોનો જેમાં સંગ્રહ કરાયો હોય તેવા શાસ્ત્રો દ્વારા જ કરવી પડે છે.
આજે પણ સર્વજ્ઞ કે અસર્વજ્ઞ કથિત અનેક શાસ્ત્રો વિદ્યમાન છે; પરંતુ શાસ્ત્ર ઘણાં અને મતિ થોડલી...” એ પંક્તિ જેવી પરિસ્થિતિ હોવાથી, અતિ સીમિત બુદ્ધિવાળા સામાન્ય સાધક માટે તો વિમાસણ ઊભીને ઊભી જ રહે છે. કેમ કે, અનેક શાસ્ત્રો, તેના વિધવિધ વચનો, શાસ્ત્રકારોનાં ભિન્ન ભિન્ન મંતવ્યો, પરસ્પરના ભેદો અને તેની ગહનતા જોયા પછી સાધક માટે કયાં શાસ્ત્રોને કે કયા શાસ્ત્રકારોને પ્રમાણભૂત માનવાં અને કયાં શાસ્ત્રોને અપ્રમાણભૂત માનવા, એ અંગે મોટી સમસ્યા ઊભી થાય છે. ઘણું બધું સાંભળ્યા કે વાંચ્યા પછી, તેને ક્યાં વિશ્વાસ મૂકવો તે સમજાતું નથી. ખુદ ગ્રંથકારશ્રીએ પણ ઉપદેશ રહસ્યમાં આવી જ સમસ્યાને રજૂ કરતાં લખ્યું છે કે, “પરસ્પર વિરોધી વચન ઉપર કયા મધ્યસ્થને વિશ્વાસ થાય.” તો યોગીરાજ આનંદધનજીએ પ્રભુ પાસે એક બાળકની જેમ આ જ વ્યથા વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ
મત મત ભેદે રે જો જઈ પૂછીયે, સહુ થાપે અહમેવ...” પ્રભુ! અનેક વિધ માર્ગોમાંથી તારા માર્ગનું દર્શન થવું અતિ અતિ દુર્લભ છે કેમ કે, જ્યાં જઈએ ત્યાં સહુ હું જ સાચો છું એમ કહી પોતાના મતની સ્થાપના કરે છે. સાધકના અંતરમાં પ્રગટેલી આ સમસ્યાનું સમાધાન કરવા માટે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org