________________
૨૧૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ક્રમાદિપૂર્વક યોગની સંપન્નતા પ્રયોગવિધિ દ્વારા દર્શાવવામાં આવે છે. વિસ્તૃત વિષયવાળા વેદનાં વિધિવાક્યોના અર્થનો નિર્ણય કરવા માટે છ પ્રમાણોનો ઉપયોગ થાય છે. (૧) શ્રુતિ (૨) લિંગ (૩) વાક્ય (૪) પ્રકરણ (૫) સ્થાન (૯) સમાખ્યા. અર્થાપત્તિપ્રમાણ : દષ્ટ અર્થની વ્યાખ્યા કરવા માટે અદૃષ્ટ અર્થની કલ્પના કરવી તે અર્થપત્તિ છે. અન્યથા-અનુપપત્તિ એ અર્થપત્તિનું બીજ છે. જે અદૃષ્ટ અર્થની કલ્પના વગર (અન્યથા) દૃષ્ટ અર્થની ઉપપત્તિ ઇં સંગતિ ન થઈ શકે (અનુપપત્તિ) તે અદૃષ્ટાર્થની કલ્પના અર્થપત્તિપ્રમાણ છે. (જુઓ શ્લોક – ૯)
જેમ કે પીનોડવું કેવદ્રત્તો દિવા ન મુંજો | અહીં પીનત્વ દૃષ્ટાર્થ છે. (અને દીવા અભોજન) રાત્રિભોજન અદૃષ્ટાર્થ છે. રાત્રિભોજન વિના પીનત્વ અને દીવા અભોજનની ઉપપત્તિ શક્ય નથી. અર્થપત્તિ બે પ્રકારની છે : દૃષ્ટાર્થોપત્તિ, કૃતાર્થપત્તિ.
જ્યાં ઉપપત્તિ માટે અન્ય “વસ્તુની કલ્પના કરવામાં આવે તે દૃષ્ટાર્થોપત્તિ અને જ્યાં ઉપપત્તિ માટે અન્ય “શબ્દ”ની કલ્પના કરવામાં આવે તે શ્રુતાથપત્તિ.
અનુપલબ્ધિપ્રમાણ : કોઈ પદાર્થની ઉપસ્થિતિ માટે સમગ્ર સાધન ઉપલબ્ધ છે છતાં તેની ઉપલબ્ધિ ન થાય તેથી તેનો અભાવ સિદ્ધ થાય. યોગ્યાનુપલબ્ધિને કારણે વસ્તુના અભાવની ઉપસ્થિતિનું ગ્રાહક પ્રમાણ અનુપલબ્ધિ
પ્રભાકર (ગુરુમત) અનુપલબ્ધિને પ્રમાણ માનતા નથી. પ્રામાણ્યવિચાર : “પ્રામાણ્યવાદ' મીમાંસકોનો વિશિષ્ટ સિદ્ધાંત છે. ‘૩યં ધટ:' વગેરે જ્ઞાન ઉત્પન્ન થયા પછી એ જ્ઞાનની સત્યતા (ઉત્પન્ન થયેલું આ જ્ઞાન સાચું છે કે ખોટું ? તેનો નિર્ણય) તે જ્ઞાન દ્વારા જ થાય છે કે તે માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રહે છે ? આ પ્રશ્ન પ્રામાણ્યવાદનું હૃદય છે.
પ્રામાણ્ય = જ્ઞાનની સત્યતા, નૈયાયિકો જ્ઞાનની સત્યતા માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રાખે છે. ‘૩યં ઈટ: તિ જ્ઞાનવાનÉ' અથવા ‘ઘટમર્દ નાનાનિ' એ એનુ-વ્યવસાયાત્મક જ્ઞાન પ્રથમ જ્ઞાનના (અયં ઘટ:) પ્રામાયનો નિશ્ચય કરાવે છે. આમ, જ્ઞાનનું પ્રામાણ્ય અન્ય જ્ઞાન પર આધારિત હોવાથી નૈયાયિકો પરત: પ્રામાણ્યવાદી કહેવાય છે.
મીમાંસકો સ્વતઃપ્રામાણ્યવાદી છે. અર્થાત્ જ્ઞાનની સત્યતાનો નિર્ણય જ્ઞાન સ્વયં જ કરે છે. તે માટે અન્યની = પરની જરૂર નથી. આ તેમની માન્યતા છે. સ્વત: પ્રામાણ્યવાદી હોવા છતાં મીમાંસાના ત્રણે મતો અલગ અલગ રીતે તેની સમજ આપે છે
ગુરુમતઃ દરેક જ્ઞાન સાચું જ હોય છે. “ભ્રમ'નું અસ્તિત્વ જ નથી માટે જે સામગ્રી જ્ઞાનજનક છે, તે સામગ્રી જ જ્ઞાનના પ્રામાયનો ગ્રહ કરાવે છે. જેમ દીપકનો પ્રકાશ સ્વયંને અને અન્ય પદાર્થને પ્રકાશિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org