________________
યોગદર્શન - પરિશિષ્ટ-૬
૨૦૫
અભ્યાસ અને વૈરાગ્ય ઉપરાંત ઈશ્વ૨પ્રણિધાનથી પણ યોગ સિદ્ધ થાય છે. ઈશ્વરને પોતાનાં સમસ્ત કાર્યોનું સમર્પણ ક૨વું તે જ તેનું પ્રણિધાન છે. ‘ઓમ્' કાર ઈશ્વરનો વાચક છે. પ્રણિધાનથી પ્રસન્ન થયેલો ઈશ્વર વિક્ષેપો અને અંતરાયોને દૂર કરી યોગની પ્રસાદી આપે છે.
‘ચિત્તવૃત્તિનિરોધ’ યોગનું સામાન્ય લક્ષણ છે. વિશેષ લક્ષણ પ્રમાણે યોગના પ્રકાર છે : સંપ્રજ્ઞાતયોગ અને અસંપ્રજ્ઞાતયોગ. ચિત્તની પાંચ અવસ્થાઓ છે : ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર, નિરુદ્ધ. ક્ષિપ્તાવસ્થા સત્ત્વપ્રધાન છે પણ તેમાં રજસ્નું પ્રાબલ્ય છે. વિક્ષિપ્તાવસ્થા પણ સત્ત્વપ્રધાન છે, તેમાં રજનું પ્રાબલ્ય નથી. મૂઢાવસ્થા તમઃપ્રધાન છે. આ ત્રણ અવસ્થાઓ સમાધિમાં અનુપયોગી છે. ‘એકાગ્ર’ અને ‘નિરુદ્ધ' અવસ્થામાં સમાધિનો ઉદય થાય છે. જ્યારે અન્ય તમામ વૃત્તિઓનો નિરોધ કરીને ચિત્ત ધ્યેય પર એકાગ્ર બને છે, તેને સંપ્રજ્ઞાતસમાધિ કહે છે. ધ્યેય વૃત્તિનો પણ નિરોધ થવાથી નિરુદ્ધ અવસ્થામાં અસંપ્રજ્ઞાતસમાધિનો ઉદય થાય છે.
વૃત્તિનિરોધ થવાથી તજ્જન્ય દુઃખના ભોગથી નિવૃત્તિ મળે તે સંપ્રજ્ઞાત સમાધિનું ફળ છે. તેમાં ધ્યેયનો સાક્ષાત્કાર થાય છે, ‘સમાપત્તિ’ થાય છે.
અસંપ્રજ્ઞાત અવસ્થામાં વૃત્તિઓનાં આશ્રયભૂત ચિત્તનો પણ નાશ થાય છે અને પ્રારબ્ધકર્મનો નાશ થતાં મોક્ષ મળે છે. આ અવસ્થામાં પુરુષ પોતાના સ્વરૂપમાં અવસ્થિત ૨હે છે.
સંપ્રજ્ઞાતસમાધિના ચાર પ્રકાર છે - સવિતર્ક, સવિચાર, સાનંદ, સાસ્મિત.
૧) જેમાં સ્કૂલ વિષયોને આશ્રયીને અનિત્ય-અશુચિ-દુ:ખ-અનાત્મતારૂપની ભાવના ભાવવામાં આવે તે સવિતર્કસમાધિ.
૨) જેમાં સૂક્ષ્મ (તન્માત્ર) વિષયોને આશ્રયીને અનિત્યાદિ ભાવના કરવામાં આવે તે સવિચા૨સમાધિ. ૩) સૂક્ષ્મ તત્ત્વનો સાક્ષાત્કાર કર્યા પછી ઇન્દ્રિયોમાં ધારણાદિની પ્રવૃત્તિ થાય તેને સાનંદસમાધિ કહે છે. ૪) અસ્મિતાવૃત્તિની ધારણા-ધ્યાનની પ્રવૃત્તિને સાસ્મિતસમાધિ કહે છે.
સમાધિની સાધના માટે યોગનાં આઠ અંગો સહાયક બને છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહારધારણા-ધ્યાન-સમાધિ આ આઠ યોગાંગો છે.
અહિંસા-સત્ય- અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ ‘યમ’ છે.
શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય-ઈશ્વરપ્રણિધાન આ ‘નિયમો’ છે.
‘આસન’ એટલે શરીરના સંસ્થાનવિશેષ.
‘પ્રાણાયામ’ એટલે શ્વાસ-પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ કરવો.
‘પ્રત્યાહાર’ એટલે ઇન્દ્રિયનિગ્રહ.
‘ધારણા’ એટલે પદાર્થના જે દેશમાં (મસ્તક વિ.) ધ્યેયનું ચિંતન કરવું હોય ત્યાં ચિત્તને સ્થિર કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org