________________
બૌદ્ધદર્શન સાર – પરિશિષ્ટ-૫
૨૦૧
૧) સમ્યગુ જ્ઞાન ૨) સમ્યક સંકલ્પ ૩) સમ્યગુ વચન ૪) સમ્યક્ કર્માત (= સદાચરણ) ૫) સમ્યગુ આજીવ (= ન્યાયયુક્ત દ્રવ્યસાધના) ૯) સમ્યગુ વ્યાયામ (= સારી માનસિકતા માટે ઉદ્યમ) ૭) સમ્યફ સ્મૃતિ (ચિત્ત શરીર વિ.ની અનિત્યઅશુચિતાની ભાવના) ૮) સમ્યક્ સમાધિ આ અષ્ટાંગિક માર્ગના સેવનથી પ્રજ્ઞાનો ઉદય થાય છે અને તેથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. બૌદ્ધદર્શનનો સંક્ષિપ્ત સાર આ છે : દાર્શનિક પૃષ્ઠભૂમિ પર બૌદ્ધદર્શનનો વિકાસ થયો તેને કારણે બૌદ્ધ દર્શન ચાર વિભાગમાં વહેંચાઈ ગયું.
૧) વૈભાષિક ૨) સૌત્રાંતિક ૩) યોગાચાર ૪) માધ્યમિક સંઘાતવાદ અને સંતાનવાદના મૂળ સિદ્ધાંતોમાં વિસંવાદ ન હોવા છતાં બાહ્યાર્થ = સંસાર અને નિર્વાણના સ્વરૂપમાં ચારે સંપ્રદાયોમાં પર્યાપ્ત મતભેદ છે.
ઉપરોક્ત ચાર વિભાગોમાં વૈભાષિક અને સૌત્રાંતિક બાહ્યર્થની સત્તા સ્વીકારે છે પણ યોગાચાર અને માધ્યમિક બાહ્યાર્થની સત્તા સ્વીકારતા નથી.
૧) વૈભાષિક : ઇન્દ્રિયો દ્વારા બાહ્યર્થની સત્તાનો અનુભવ થાય છે માટે બાહ્યાર્થ સત્ય છે. તે જ પ્રમાણે નિર્વાણ પછી પણ ચૈતન્યની શુદ્ધ ધારા અખંડ રહે છે માટે નિર્વાણ પણ વસ્તુસત્ પદાર્થ છે. વૈભાષિકની આ માન્યતાનો બાહ્યાર્થ પ્રત્યક્ષવાદ કહે છે.
૨) સૌત્રાંતિક : આ સંપ્રદાય બાહ્યર્થની સત્તાને સ્વીકારે છે, પરંતુ જે રીતે વૈભાષિક સંપ્રદાય બાહ્યર્થને ઇન્દ્રિયગ્રાહ્ય જણાવે છે તે રીતે ઇન્દ્રિયગ્રાહ્ય માનતો નથી. દરેક સંસ્કાર=પદાર્થ ક્ષણિક છે. જે પદાર્થોનો ઇન્દ્રિય સાથે સંપર્ક થાય છે તે પદાર્થો ક્ષણિક હોવાથી જે ક્ષણે ઇન્દ્રિય જ્ઞાન કરે છે તે ક્ષણે તે પદાર્થ વિદ્યમાન જ નથી તેથી તેનું પ્રત્યક્ષ શક્ય નથી. ચિત્તને તે પદાર્થનાં સંવેદનથી તેના રૂપાદિનું અનુમાન થાય છે. આમ બાહ્યાર્થ સતું હોવા છતાં પ્રત્યક્ષ નથી પણ અનુમેય છે તે સૌત્રાંતિકોનો બાહ્યાર્થાનમેયવાદ છે. નિર્વાણના વિષયમાં પણ તેઓ વૈભાષિકોથી ભિન્નમત ધરાવે છે. નિર્વાણ સમયે ચિત્તની તમામ ધારાઓ વિલય પામે છે. શુદ્ધ ચૈતન્ય પણ રહેતું નથી. આમ નિર્વાણ અવસ્તૃસત્ પદાર્થ છે.
૩) યોગાચાર : આ સંપ્રદાય વિજ્ઞાનવાદને સ્વીકારે છે. બાહ્યર્થ વસ્તુત: સત્ય નથી. જેનો બાહ્યર્થ તરીકે લોકો અનુભવ કરે છે અને વ્યવહાર કરે છે તે તેમને થયેલું જ્ઞાન જ છે માટે વસ્તુત: બાહ્યર્થ સત્ય નથી પણ તેનું વિજ્ઞાન સત્ય છે. પ્રવૃત્તિ વિજ્ઞાન અને આલય વિજ્ઞાન એ પ્રમાણે વિજ્ઞાનના બે પ્રકારો છે. જગતની પ્રવૃત્તિનું નિર્વાહક પ્રવૃત્તિ વિજ્ઞાન છે અને ચિત્તની ધારા આલય વિજ્ઞાન છે. નિર્વાણ પછી શુદ્ધ ચિત્તની ધારાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org