________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નય:- નૈગમ આદિ સાત નયોના સંક્ષેપથી દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય એમ બે વિભાગ છે. જે મુખ્યતયા દ્રવ્યને વસ્તુ માને તે દ્રવ્યાર્થિક નય. જે મુખ્યતયા પર્યાયને વસ્તુ માને તે પર્યાયાર્થિક નય. દ્રવ્યનયની દૃષ્ટિએ દ્રવ્ય એટલે સામાન્ય, અર્થાત્ મૂલભૂત પદાર્થ. પર્યાય એટલે વિશેષ, અર્થાત્ મૂળભૂત પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા. પ્રત્યેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ બે અંશ છે તે આપણે ઉ૫૨ જોઈ ગયા છીએ. દ્રવ્યાર્થિક નય સામાન્ય=દ્રવ્યરૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે. પર્યાયાર્થિક નય વિશેષઇંપર્યાયરૂપ અંશ તરફ લક્ષ્ય આપે છે.
૧૮૭
જેમકે, મીઠાઈની દુકાન જોતાં ‘અહીં મીઠાઈ મળે છે' એવો જે વિચાર આવ્યો તે મીઠાઈરૂપ સામાન્ય અંશને આશ્રયીને હોવાથી દ્રવ્યાર્થિક છે અને ‘અહીં લાડવા મળે છે' એવો વિચાર વિશેષ મીઠાઈને આશ્રયીને હોવાથી પર્યાયાર્થિક છે. અંતિમ ચા૨ નયો વિશેષઇંપર્યાય અંશ તરફ લક્ષ્ય આપતા હોવાથી પર્યાયાર્થિક છે.
નિશ્ચય-વ્યવહારનય : નિશ્ચયનય એટલે સૂક્ષ્મ દૃષ્ટિ કે તત્ત્વદૃષ્ટિ. નિશ્ચયનય કોઈ પણ વિષયનો તેમાં ઊંડો ઊતરીને તત્ત્વસ્પર્શી વિચાર કરે છે. વ્યવહારનય એટલે સ્થૂલ દૃષ્ટિ કે ઉપચારદૃષ્ટિ. વ્યવહારનય કોઈ પણ વિષયનો સ્થૂલદષ્ટિથી વિચાર કરે છે. દા.ત. નિશ્ચયનય જેમાં ચારિત્રના પરિણામ થયા છે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં સાધુવેશ ન હોય. સાધુના વેષવાળો પણ જો ચારિત્ર રહિત હોય તો નિશ્ચયનય તેને સાધુ નહિ કહે, જ્યારે વ્યવહારનય જેમાં બાહ્ય સાધુવેશ અને સાધુની ક્રિયા જોશે તેને સાધુ કહેશે, પછી ભલે તેમાં ચારિત્રના પરિણામ ન હોય. વ્યવહારનય સ્થૂલદૃષ્ટિ હોવાથી લોકપ્રસિદ્ધ અર્થનો સ્વીકાર કરે છે. દા.ત. ભ્રમરમાં પાંચ વર્ણો હોવા છતાં લોકમાં તે કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ હોવાથી વ્યવહારનય તેને કૃષ્ણ કહે છે. નિશ્ચયનય તેને પંચરંગી કહે છે.
પ્રથમના ત્રણ નય વ્યવહારનય છે. અંતિમ ચાર નય નિશ્ચયનય છે. તેમાં પણ પછી પછીનો નય અધિક સૂક્ષ્મદૃષ્ટિ છે. એવંભૂતનય સૌથી અધિક સૂક્ષ્મદ્રષ્ટિ-તત્ત્વસ્પર્શી છે.
શબ્દ-અર્થ નય :- જેમાં અર્થનો વિચાર પ્રધાનપણે હોય તે અર્થનય. જેમાં શબ્દનો વિચાર પ્રધાનપણે હોય તે શબ્દનય. અહીં અર્થ એટલે પદાર્થ-વસ્તુ. પ્રથમના ચા૨ નયોમાં પદાર્થને મુખ્ય રાખીને વિચારણા થતી હોવાથી પ્રારંભના ચાર નય અર્થનય છે. અંતિમ ત્રણ નયોમાં શબ્દને મુખ્ય રાખીને વિચારણા થતી હોવાથી અંતિમ ત્રણ નય શબ્દનય છે.
જ્ઞાન-ક્રિયાનય :- જે નય જ્ઞાનને (તાત્ત્વિક વિચારને) પ્રધાન માને તે જ્ઞાનનય. જે નય ક્રિયાને (તત્ત્વાનુસારી આચારને) પ્રધાન માને તે ક્રિયાનય. મોક્ષ ચારિત્રથી થાય કે જ્ઞાનથી થાય એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનનય કહે છે કે જ્ઞાનથી મોક્ષ થાય. જ્ઞાનથી મુક્તિ થાય એ વિષયમાં જ્ઞાનનય નીચે મુજબ દલીલો આપે છે.
(૧) જ્ઞાન ચારિત્રનું કારણ છે. જ્ઞાનનું ફળ ચારિત્ર છે. આથી જ્ઞાન વિના ચારિત્ર જ ન હોય તો મુક્તિ તો ક્યાંથી હોય ?
(૨) જેમ આંધળો માણસ ગમે તેટલું ચાલે છતાં ઇષ્ટ સ્થાને પહોંચી શકે નહિ. નગરના માર્ગના જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org