________________
૧૩૧
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
અધ્યાત્મ કે મધ્યસ્થભાવ બન્ને એક જ છે અને તેના વગરનો શાસ્ત્રાભ્યાસ પણ સંસારરૂપ છે, તે જ વાતને દઢ કરતાં કહે છે
શ્લોક :
माध्यस्थ्यसहितं ह्येकपदज्ञानमपि प्रमा' । शास्त्रकोटिर्वथैवान्या तथा चोक्तं महात्मना |७३ ||
શબ્દાર્થ :
9. મધ્યસ્થ સહિત હિ - ખરેખર માધ્યચ્યથી યુક્ત, ૨. પુછપદજ્ઞાનનું પિ - એક પદનું જ્ઞાન પણ રૂ. પ્રHT - પ્રમા છે ૪. કન્યા - (પરંતુ માધ્યચ્ચ વગરના) બીજા છે. શાસ્ત્રોટિવૃર્થવ - કરોડો શાસ્ત્રનું જ્ઞાન પણ નકામું જ છે ૬/૭/૮, તથા મદાત્મના વવક્ત - તેમ મહાત્મા પતંજલિ વડે (પણ) કહેવાયું છે. શ્લોકાર્થ :
મધ્યસ્થભાવથી યુક્ત એવું શાસ્ત્રના એક પદનું જ્ઞાન પણ પ્રમા છે, જ્યારે મધ્યસ્થભાવ વગરનું કરોડો શાસ્ત્રોનું જ્ઞાન પણ નકામું છે. તેમ મહાત્મા પતઋલિ વડે (પણ) કહેવાયું છે. ભાવાર્થ :
તત્ત્વના તીવ્ર પક્ષપાતરૂપ મધ્યસ્થભાવથી યુક્ત એક પદનું જ્ઞાન થાય તોય તે પ્રમાં છે અર્થાત્ આત્મહિત કરવા સમર્થ છે અને માધ્યચ્ય વિના કરોડો શાસ્ત્રોનું જ્ઞાન પણ નકામું છે, કેમ કે તેનાથી ક્યારેય આત્મહિત થઈ શકતું નથી. આ વાત મહાત્મા પતંજલિ પણ કહે છે. (જે આગળના શ્લોકોમાં કહેવાશે.) વિશેષાર્થ :
શાસ્ત્ર ભણવાનું એક જ પ્રયોજન છે, અતીન્દ્રિય પદાર્થોનો બોધ મેળવી આત્મશુદ્ધિની દિશામાં આગળ વધવું, તેથી જે શાસ્ત્રાભ્યાસ કર્યા પછી આત્માને મલિન કરનારા રાગાદિ ભાવો દૂર થાય અને અત્યંત સુખકારક માધ્યશ્મની પ્રાપ્તિ થાય, તે જ શાસ્ત્રાભ્યાસ સફળ મનાય. આથી જ. ગ્રન્થકારશ્રી કહે છે કે આત્મિક શુદ્ધિના ધ્યેયને સફળ કરવા માધ્યચ્ય ભાવપૂર્વક શાસ્ત્રના એકાદ પદનું જ્ઞાન પણ આત્મહિત સાધી શકે છે; પરંતુ આત્મહિતના લક્ષ્ય વિનાનું મધ્યસ્થ ભાવ વિહોણું સેંકડો શાસ્ત્રનું જ્ઞાન પણ આત્મહિત સાધી શકતું નથી. જે વ્યક્તિમાં અધ્યાત્મના માર્ગે આગળ વધવાની કે મધ્યસ્થભાવ પામવાની કોઈ ભાવના ન હોય તે કદાચ અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરે, કરોડો શ્લોકો કંઠસ્થ કરે, અનેક નવા ગ્રંથોની રચના કરે, અન્યને શાસ્ત્ર ભણાવે કે શાસ્ત્રને આશ્રયીને કાંઈ પણ કરે તે સર્વ નકામું છે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે, આત્મિક સુખની ઇચ્છા ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org