________________
શાસ્ત્રયોગનું ફળ મધ્યભાવ - ગાથા-૭૧
૧૬૩
તત્ત્વ અને અતત્ત્વ બનેને સમાન માનવા કે સર્વ ધર્મને સમાન માનવામાં માધ્યચ્યું નથી પણ મૂર્ખતા છે. મારા તારાની લાગણીઓને બાજુ પર મૂકી, હાર-જીતના પરિણામોથી પર બની સાચા-ખોટાનો નિર્ણય કરવામાં તટસ્થ રહેવું તેનું નામ માધ્યસ્થ છે. કદાચ પોતે સ્વીકારેલ માન્યતા અહિતકર હોય તો તેને સહજતાથી છોડવાની તૈયારી હોવી જોઈએ અને જો ક્યારેક બીજાએ પકડેલી વાત અહિતકર હોય તો તેના ઉપરની કરુણાબુદ્ધિથી તેને છોડાવવા યોગ્ય પ્રયત્નો કરવા જોઈએ.
આત્મા માટે અહિતકર હોય કે શાસ્ત્રવિરુદ્ધ હોય તેવી ઘણી વાતો યોગ્ય નથી તેવું પૂરવાર કરવા ભૂતકાળમાં અનેક મહાપુરુષોએ અનેકવાર વાદો કર્યા છે. ખુદ ચરમ તીર્થપતિ શ્રીમહાવીરસ્વામી ભગવાને પણ જ્યારે અનેક લોકો ગોશાળાના ખોટા મતમાં તણાતા હતા ત્યારે ગોશાળાના મતને ખોટો કહ્યો હતો. તથા ગોશાળો પોતાને સર્વજ્ઞ માને છે, પણ તે સર્વજ્ઞ નથી એવું પ્રતિપાદન કર્યું હતું. આ સાંભળી ગોશાળો ક્રોધાયમાન થયો હતો. તેણે પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી અને પ્રભુના બે શિષ્યો તેમાં બળી પણ ગયા. આટલો અનર્થ થશે એવું પરમાત્મા જાણતા હતા છતાં અનંત જીવોનું હિત જેમાં સમાયેલું હતું તે સત્યતત્ત્વ પ્રભુએ પ્રકાશિત કર્યું જ. ગોશાળાને સંક્લેશ થશે તેમ માની પ્રભુ મૌન ન રહ્યા. આજે કે ભૂતકાળમાં સત્યના સમર્થન માટે જ્યારે જ્યારે મહાપુરુષોએ શુદ્ધ પ્રરૂપણા કે વાદ વગેરે કર્યા ત્યારે ત્યારે અસત્યના પક્ષપાતી એવા કદાગ્રહીઓને દુ:ખ પણ થયું છે; પરંતુ તેટલા માત્રથી કાંઈ મહાપુરુષોએ સત્યની ઉપેક્ષા નથી કરી, તેથી માધ્યશ્મનો અર્થ ક્યારેય એવો ન કરવો કે, વાદમાં ન પડવું; પરંતુ ધર્મવાદ કરી માધ્યથ્યને દઢ કરવા યત્ન કરવો જોઈએ.
અહીં એટલું યાદ રાખવું કે, માધ્યચ્ય ભાવથી તત્ત્વની પ્રાપ્તિ માટે કરાતો વાદ એ જ “ધર્મવાદ' છે. હારજીતની વૃત્તિથી કરાતો વાદ એ “વિવાદ છે અને કોઈપણ ભોગે સામાને પછાડવાની વૃત્તિથી કરાતો વાદ તો ‘વિતંડા” છે.
આ ત્રણ પ્રકારના વાદમાં એક માત્ર ધર્મવાદ કલ્યાણકારી છે. બાકી વિવાદ અને વિતંડા કે જેને શુષ્કવાદ પણ કહેવાય તે તો અનર્થકારી છે.
જૈનશાસન તત્ત્વની પ્રાપ્તિ માટે સમ્યગુવાદ અવશ્ય કરવો જોઈએ તેમ માને છે. તેથી ધર્મવાદ યથા અવસરે હંમેશા કરવાનો છે. વિવાદ' સામે ચડીને કરવાનો નથી પણ સામેથી આવી પડે તો માર્ગરક્ષા માટે સમભાવમાં સ્થિર રહી અવશ્ય કરવાનો છે. જ્યારે વિતંડા તો ક્યારેય કરવાનો નથી. આ માન્યતાને વરેલા જૈનશાસનના મહાપુરુષો વાદમાં ઊતરીને સામાને પરાજીત કરે પણ ખરા; પરંતુ “મારે અમુકને પરાજીત કરવો છે' - એવા કોઈપણ પ્રકારનું ધ્યેય જૈનશાસનને પામેલા મહાપુરુષોનું નથી હોતું. તેમનું ધ્યેય તો એક માત્ર જગતના જીવોને સત્ય તત્ત્વ સમજાવવાનું હોય છે. I૭૧// 2. अत्यन्तमानिना सार्धं क्रूरचितेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्तपस्विनः ।।१२/२।। लब्धिख्यात्यर्थिना तु स्याद् दुःस्थितेनाऽमहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ।।१२/४।।
- ૩ષ્ટપ્રશર | અત્યંત અભિમાની, અત્યંત ક્રૂર ચિત્તવાળા, ધર્મનાં દ્વેષી એવા મૂઢ પ્રતિવાદીની સાથે જો મહાત્મા વાદ કરે તો તે શુષ્કવાદ થાય. તથા લબ્ધિ, ખ્યાતિ વગેરેની ઇચ્છાવાળા, દુરાચારી, ક્ષુદ્રચિત્તવાળા પ્રતિવાદીની સાથે છળકપટ અને જાતિને = દૂષણાભાસને પ્રધાન કરીને જે વાદ થાય તે વિવાદ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org