________________
શાસ્ત્રયોગનું ફળ મધ્યસ્થભાવ - ગાથા-૭૧
૧૬૧
શ્લોકાર્થ :
માધ્યચ્ચે જ શાસ્ત્રાર્થ = શાસ્ત્રનો ઔદંપર્યાર્થ છે. જેનાથી તે મધ્યસ્થભાવ સારી રીતે સિદ્ધ થાય, તે જ ધર્મવાદ છે. અન્ય = જેનાથી મધ્યસ્થભાવ સિદ્ધ ન થતો હોય તેવી શાસ્ત્રની ચર્ચા, તે બાલિશવલ્સન અર્થાત્ મુર્ખ માણસની કૂદાકૂદ જેવી છે. ભાવાર્થ :
સામાન્ય રીતે વિચારીએ તો શાસ્ત્ર જે વસ્તુનું જેવું નિરૂપણ કરે તેવું જાણવું તેને શાસ્ત્રાર્થ કહેવાય. તોપણ અહીં માધ્યથ્યને શાસ્ત્રાર્થ કહ્યો છે. કારણ કે, શાસ્ત્રનાં સર્વ વચનો દુઃખકારક રાગ-દ્વેષથી દૂર થવાનો અને સુખકારક માધ્યચ્યાદિ ભાવો કેળવવાનો ઉપદેશ આપે છે. આ ઉપદેશ જેના આત્મામાં પરિણામ પામ્યો હોય તેને જ શાસ્ત્રાર્થ પ્રાપ્ત થયો છે એમ કહેવાય. તેથી અહીં મધ્યસ્થભાવને જ ઐદમ્પર્યાર્થરૂપ શાસ્ત્રાર્થ કહ્યો છે. આવા એંદપર્યાયાર્થરૂપ શાસ્ત્રાર્થનો બોધ મેળવવા જો વાદ કરાય તો તેને ધર્મવાદ કહેવાય. બાકીના વાદ તો મુર્ખ લોકોની કૂદાકૂદી જેવા છે. વિશેષાર્થ :
સામાન્યથી વિચારતાં એવું લાગે કે વાક્યર્થ કે મહાવાક્યાર્થરૂપ જે શાસ્ત્રના વચનોના અર્થ થાય તેને શાસ્ત્રાર્થ કહેવાય, તેથી શાસ્ત્રમાં જે તત્ત્વોનું જેવું નિરૂપણ કર્યું હોય તે તત્ત્વોને જે વ્યક્તિ તેવાં જ જાણે, તેણે શાસ્ત્રાર્થ પ્રાપ્ત કર્યો કહેવાય. આમ છતાં અહીં ગ્રન્થકારશ્રીએ માધ્યશ્મને જ શાસ્ત્રાર્થ કેમ કહ્યો હશે ? તેવો પ્રશ્ન ચોક્કસ ઊઠે. હકીકતમાં સાધક જ્યારે અનેકાન્ત શાસ્ત્રનો અભ્યાસ કરે છે, ત્યારે તેનામાં દરેક પદાર્થને વિવિધ દૃષ્ટિકોણથી જોવારૂપ અનેકાન્ત દૃષ્ટિનો ઉઘાડ થાય છે. આ દૃષ્ટિથી સાધક જ્યારે કોઈપણ પદાર્થને જુએ છે, ત્યારે તેનામાં કોઈ ચોક્કસ માન્યતા પ્રત્યેનો અસત્ પક્ષપાત રહેતો નથી. તે મધ્યસ્થભાવે સર્વની વાતો સાંભળે છે, સર્વ શાસ્ત્ર વચનોને જાણે છે, જ્યાં જેટલું સાચું અને સારું લાગે તેનો સાપેક્ષભાવે સ્વીકાર કરે છે અને જ્યાં જેટલું ખોટું લાગે તેનો અદ્વેષભાવે ઇન્કાર કરે છે. આ રીતે સર્વત્ર માધ્યસ્થ પ્રાપ્ત કરવું એ જ અનેકાન્ત શાસ્ત્રનો ઔદમ્પર્ધાર્થ છે; તેથી ગ્રન્થકારશ્રીએ અહીં ઐદમ્પર્યાર્થરૂપ માધ્યથ્યને શાસ્ત્રાર્થ કહ્યો છે. શાસ્ત્રનો સમ્યગુ બોધ મેળવવા કે શાસ્ત્રીય પદાર્થોને સમજવા જેમ વિનયપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરાય છે, તેમ ક્યારેક તત્ત્વ નિર્ણય માટે વિદ્વાનો સાથે વાદ પણ કરાય છે. સામસામે થતી ચર્ચાને વાદ કહેવાય છે; પરંતુ ધર્મવાદ' તો તેને જ કહેવાય કે જેમાં સામી વ્યક્તિને ઉતારી પાડવાની વૃત્તિ ન હોય, બીજાને હરાવી પોતાની જીત હાંસલ કરવાની તુચ્છ ભાવના ન હોય કે માન-પાન કે કીર્તિની કામના ન હોય, પણ જેમાં માત્ર ઊંડી તાત્ત્વિક જિજ્ઞાસાથી તત્ત્વની પ્રાપ્તિ માટે ચર્ચા-વિચારણા થતી હોય.
1. ज्ञातशास्त्रतत्त्वेन मध्यस्थेनाऽघभीरुणा । कथाबन्धस्तत्त्वधिया धर्मवादः प्रकार्तितः ।।४।।
वादिनो धर्मबोधादि विजयेऽस्य महत्फलम् । आत्मनो मोहनाशश्च प्रकटस्तत्पराजये ।।५।। જેણે પોતાના શાસ્ત્રોનાં તત્ત્વ સમજ્યાં હોય, જે મધ્યસ્થ તથા પાપભીરુ હોય તેવા પ્રતિવાદી સાથે તત્ત્વબુદ્ધિથી જે કથા = ચર્ચા કરવામાં આવે તે ધર્મવાદ કહેવાયેલ છે. તેમાં વાદીનો વિજય થાય તો પ્રતિવાદીને ધર્મપ્રાપ્તિ વગેરે મહાન ફળ પ્રાપ્ત થાય તથા વાદીનો પરાજય થાય તો વાદીનું તત્ત્વવિષયક અજ્ઞાન (મોહ) નાશ પામે છે. - ધ્વત્રિશત્ ત્રિાિવાયા: વીવેકત્રિશિવાયામ્ IT
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org