________________
૯૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
‘નયાત્મિકા બુદ્ધિ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત’ તે વિષયની ચર્ચાનો નિષ્કર્ષ જણાવતાં કહે છે
શ્લોક :
६
इत्थं' चं संशयत्वं' यन्नयानां भाषते परः ।
१४
तदपास्तं ं द्वयालम्बैः प्रत्येकं न नयेषु यत् ॥ ३५ ॥
નોંધ : માવતે પર: - ના સ્થાને પિતા રે: એવો પણ પાઠ મળે છે.
શબ્દાર્થ :
૧/૨. ચ ડ્થ - અને આ રીતે રૂ. નયાનાં - (પરસ્પર વિરોધી વિકલ્પો સ્વરૂપ) નયોનું ૪/૬. યત્ સંશયત્વ - જે સંશયત્વ ૬/૭. પર: માવતે - અન્ય કહે છે ૮/૬. તદ્ ગવાસ્તું - તે દૂર થાય છે ૧૦. વત્ - કારણ કે 99. નયેવુ - નયોમાં ૧૨. પ્રત્યે - પ્રત્યેક (નય) ૧૩/૧૪. ધૈયાશ્ર્વ: 7 - ક્રયાલમ્બવાળો નથી = બે વિરુદ્ધ ધર્મના સ્વીકારવાળો નથી.
શ્લોકાર્થ :
અને આ રીતે = નયાત્મિકા બુદ્ધિને એક દેશથી પ્રમાણભૂત સ્વીકારવાને કારણે, અન્ય દર્શનકારો (પરસ્પર વિરોધી) નયોમાં જે સંશયપણાનો આરોપ કરે છે તે ટકી શકતો નથી, કેમ કે અનેક નયોના સમૂહમાંના કોઈ એક નયમાં બે વિરુદ્ધ ધર્મોનું આલંબન હોતું નથી.
ભાવાર્થ :
એક જ પદાર્થને આશ્રયીને જુદા જુદા નયોના જુદા જુદા અભિપ્રાયો સાંભળીને કેટલાક એવું માને છે કે, નયોના આધારે જે બોધ થાય છે તે સંશયાત્મક રહે છે; પરંતુ પૂર્વમાં જે જણાવ્યું કે, ‘વસ્તુના એક અંશમાં નયની બુદ્ધિ પ્રમાણરૂપ છે' - તેના આધારે નયોમાં સંશયનો આરોપ ટકી શકતો નથી; કેમ કે જો એક વસ્તુના વિષયમાં બે વિરોધી વિકલ્પો ઊભા થાય તો સંશય થાય, પરંતુ નયોના વિષયમાં એવું નથી. પ્રત્યેક નયો તો નિશ્ચિતપણે એક જ વાત રજૂ કરે છે અને નિશ્ચિત પ્રકારના કથનમાં સંશયનો સવાલ જ રહેતો નથી.
Jain Education International
વિશેષાર્થ :
અનેકાન્તવાદ જુદા જુદા નયની દૃષ્ટિથી એવું કથન કરે છે કે, ‘આત્મા વગેરે પદાર્થો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.’ તેનું આવું કથન સાંભળી કેટલાકને સંશય થાય કે ‘આત્મા નિત્ય હશે કે અનિત્ય ?’ આથી કોઈ એવો આરોપ કરે છે કે નયોથી થતો બોધ નિશ્ચયાત્મક નથી, પણ સંશયરૂપ છે. આવો આરોપ બિલ્કુલ યોગ્ય નથી કેમ કે, ઉપરના શ્લોકોમાં નયોના સ્વરૂપની જે રીતે સ્પષ્ટતા કરી છે, તે જોતાં એમનો આરોપ જરા પણ ટકી શકે તેમ નથી.
અનેકાન્ત એ નયોના સમૂહ સ્વરૂપ છે. નયસમૂહ પોતાની માન્યતાને સાપેક્ષપણે નિશ્ચયાત્મક રીતે જ રજૂ કરતો હોય છે. જે અપેક્ષાથી, જે રીતે વાત ૨જૂ ક૨વામાં આવી હોય, તે રીતે તો તે વાત નિશ્ચિત
For Personal & Private Use Only
www.jainelibrary.org