________________
૯૨
વિશેષાર્થ :
‘એક નયના આધારે એકાન્તે કથન કરવા છતાં અનેકાન્ત બાધિત થતો નથી.' -ગ્રન્થકારશ્રીની આ વાત પકડીને પૂર્વપક્ષીનું એવું કહેવું છે કે, એક નયના આધારે કરાતા એકાંતિક કથનથી જો અનેકાન્તને બાધ ન આવતો હોય, તો એક નયના આધારે થતું એકાંતિક કથન પણ પ્રમાણભૂત માનવું જોઈએ અને તે રીતે એક નયથી એકાંતિક કથન કરનારાં શાસ્ત્રો પણ શુદ્ધ માનવાં જોઈએ.
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
પૂર્વપક્ષીનો આ આશય સમજીને જ ગ્રંથકારશ્રી આ શ્લોકમાં તેને ખૂબીપૂર્વક જણાવે છે કે, વસ્તુના એક અંશને આશ્રયીને થતું એકાંતિક કથન, સર્વાંશે તે વસ્તુ માટે યોગ્ય નથી, તેથી નયની એકાન્તબુદ્ધિ સમગ્રતયા પ્રમાણભૂત નથી.
જેમ સામે કોઈ બે વસ્તુ પડી હોય, તેમાં ‘આ એક છે’ અને ‘આ એક છે' એવી બેમાં એકત્વની બુદ્ધિ યોગ્ય હોવા છતાં, તેઓના સમૂહમાં દ્વિત્વ ન માનતાં સમગ્રતયા જો એકત્વ જ મનાય તો તે ખોટું છે. સમગ્રતાથી એટલે કે બન્નેના સમુદાયને આશ્રયીને તે એકત્વની બુદ્ધિ પ્રમાણભૂત ન કહેવાય, કેમ કે જેમ તે બે વસ્તુમાં એકત્વ છે તેમ દ્વિત્વ પણ છે, તેથી એકત્વ અને દ્વિત્વ ઉભયરૂપ બુદ્ધિ થાય તો જ તે સમગ્રતાથી પ્રમાણરૂપ કહેવાય. આમ ભિન્ન ભિન્ન નયની દૃષ્ટિએ સમવાય સંબંધથી એક જ પદાર્થમાં એકત્વ અને દ્વિત્વનો વિરોધ આવતો નથી.
તે જ રીતે આત્મામાં નિત્યત્વ-અનિત્યત્વ બન્ને ધર્મો તો છે જ, પણ તેમાં દ્રવ્યથી નિત્યત્વ છે અને પર્યાયથી અનિત્યત્વ છે, તેથી સંપૂર્ણપણે જોવામાં આવે તો આત્મા નિત્યાનિત્ય છે. આવા ઉભયસ્વરૂપવાળા આત્મામાં સમગ્રતયા માત્ર નિત્યત્વ જ કે માત્ર અનિત્યત્વ જ માનવું તે દોષરૂપ છે.
આમ, વસ્તુના વિષયમાં નયાત્મિકા બુદ્ધિ વસ્તુના અંશના બોધસ્વરૂપ છે, તેથી અંશથી યથાર્થ હોવા છતાં સમગ્રતાથી (as a whole / in totality) તે પ્રમાણ નથી. ।।૩૩।।
અવતરણિકા :
જો નયાત્મિકા બુદ્ધિ સમગ્રતયા પ્રમાણભૂત નથી તો પછી જૈન શાસ્ત્રો તેનો કેમ સ્વીકાર કરે છે ? તેવી જિજ્ઞાસાનું સમાધાન કરતાં જણાવે છે
શ્લોક :
Jain Education International
एकदेशेनं चैकैत्वर्धीर्द्वयोः स्याद्यथा' प्रम' । तथा॑ वस्तुनिं वस्त्वंशबुद्धिर्ज्ञेयाँ नयात्मिकीं ||३४||
શબ્દાર્થ :
૧/૨. ચ યથા - અને જે પ્રમાણે રૂ. હ્રયો: - બે પદાર્થોમાં ૪. પ્રમા સ્થાત્ - પ્રમારૂપ થાય ૮. તથા - તે પ્રકારે ૬. વસ્તુનિ - વસ્તુમાં અંશની બુદ્ધિ (એક દેશથી પ્રમારૂપ) ૧૨. જ્ઞેયા - જાણવી.
વધી - એકત્વની બુદ્ધિ -. વેશન - એક દેશથી ૬/૭. ૧૦. નયાત્મિા - નયાત્મિકા એવી 99. વલ્લંશવૃદ્ધિ: - વસ્તુ
For Personal & Private Use Only
www.jainelibrary.org