________________
૯૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
સામે બે ઘટ પડ્યા હોય પણ જો તે બન્ને ઘટને અલગ અલગરૂપે લક્ષ્ય બનાવાય, તો “આ એક છે' અને આ એક છે' એવી એકત્વની બુદ્ધિ બન્નેમાં ઉત્પન્ન થાય છે. આમ છતાં ત્યારે પણ તે બન્નેના સમુદાયમાં ‘આ બે છે” એવી દ્વિત્વની એટલે કે બેપણાની બુદ્ધિ નાશ પામતી નથી. આ દ્ધિત્વ' નામનો ધર્મ ઉભયમાં રહે છે, તેથી એક ઘટમાં “એકત્વ'તો છે જ પણ સાથે સાથે દ્ધિત્વ પણ છે. તેથી એક જ પદાર્થમાં એકી સાથે એકત્વ અને દ્વિત્વ એમ બે વિરોધી ધર્મો રહી શકે છે. આ જ સ્યાદ્વાદષ્ટિ છે.
આવી જ રીતે અનેકાન્તસિદ્ધાન્તનું પ્રતિપાદન કરનારા જૈનશાસ્ત્રોમાં પણ અનેક ધર્મવાળી વસ્તુમાંથી કોઈ એક ધર્મને સમજાવવા કે તેનું પ્રાધાન્ય જણાવવા “આ વસ્તુ આવી જ છે તેવું એકાત્તે કથન કરાય છે, પરંતુ ત્યારે પણ સ્યાદ્વાદી સારી પેઠે જાણે છે કે, આ વસ્તુ આ અપેક્ષાએ જ આવી છે, તેથી સ્યાદ્વાદી તે વખતે પણ તેમાં રહેલા બીજા ધર્મોનો અપલાપ કરતો નથી અર્થાત્ તે જાણે છે કે, તે સમયે પણ પદાર્થમાં રહેલા બીજા ધર્મો કાંઈ સદંતર જતા રહેતા નથી.
આવી વિવિધ અપેક્ષાઓ લક્ષ્યમાં હોવાને કારણે જૈનદર્શનને માનનારા મહર્ષિઓ સમજે છે કે, જગતવર્તી સર્વ ભાવો પર્યાયથી અનિત્ય છે અને દ્રવ્યથી નિત્ય છે, પરંતુ મોહના કારણે જે જીવો આવું જાણતા નથી તેઓ હું અહીં કાયમ રહેવાનો છું અને મેં સજાવેલો સંસાર પણ સદા રહેવાનો છે.' તેવું માની નાહકના પાપ બાંધી દુ:ખી થઈ રહ્યા છે. તે જીવોને દુ:ખથી મુક્ત કરાવવા અને એકાન્તવાળી તેમની માન્યતાને તોડાવવા જ મહર્ષિઓ પદાર્થ નિત્યાનિત્ય હોવા છતાં એમ કહે છે કે “સર્વનિત્ય' આવું કહી તેઓ એમ જણાવવા માંગે છે કે, જે પદાર્થ જે સ્વરૂપે દેખાય છે તે પદાર્થ તે સ્વરૂપે સદા રહેનાર નથી, તો તેના ઉપર નાહકનો મોહ શા માટે કરવો ?
આ રીતે અન્ય નાની વાતને મનમાં રાખી એક નયથી એકાત્તે કથન કરવામાં આવે તોપણ અનેકાન્તને કોઈ બાધ આવતો નથી, કેમકે જૈનદર્શન સાપેક્ષબુદ્ધિ જાળવીને પદાર્થમાં રહેલા અનંત ધર્મોમાંથી મુખ્યપણે કોઈપણ એક ગુણધર્મનો બોધ કરાવે ત્યારે તેના બાકીના ગુણધર્મોનો અપલાપ કરતું નથી; પણ બાકીના ગુણધર્મોને માત્ર ગૌણ બનાવે છે. આ રીતે અનંતધર્માત્મક વસ્તુના જે સમયે જે ધર્મને મહત્ત્વ આપવું હોય તે ધર્મને પ્રાધાન્ય આપીને અન્ય ધર્મોને ગૌણ કરવામાં કોઈ દોષ નથી. કેમ કે, મનમાં ગૌણપણે અન્યનો સ્વીકાર થયેલો જ હોય છે. અન્ય ધર્મોને ગૌણ બનાવવા અને અન્યધર્મોનો અપલાપ કરવો, એ બેમાં ભેદ છે. અન્યધર્મો ને ગૌણ કરવામાં સ્વાહાદષ્ટિ હણાતી નથી, જ્યારે અન્યધર્મોનો અપલોપ કરવામાં સ્યાદ્વાદષ્ટિ હણાઈ જાય છે, આથી જ અન્યધર્મોને ગૌણ કરી પોતાના પ્રતિપાદ્ય એવા એક ધર્મની પ્રરૂપણા કરનાર નય જ સુનય બને છે. અન્યધર્મોનો અપલાપ કરનાર નવ દુર્નય બને છે.
જૈનદર્શનને વરેલા મહર્ષિઓ માત્ર અન્ય ધર્મને ગૌણ કરે છે એટલું જ નહિ, પરંતુ ક્યારેક તો શિષ્યની બુદ્ધિમાં એક વાતને વધુ સ્થિર કરવા એક જ નયથી વસ્તુનું વર્ણન કરતી વખતે અન્ય નયનું ખંડન પણ કરે છે. જેમ કે “અહિંસા જ ધર્મ છે, હિંસા અધર્મ જ છે.' અહીં પણ અનેકાન્તદૃષ્ટિથી જોઈએ તો આવું નથી, કેમ કે સંઘાદિના રક્ષણ માટે કે વિશેષ શુભભાવની વૃદ્ધિ માટે પોતાની ભૂમિકાદિનો વિચાર કરી જો બાહ્યહિંસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org