________________
તાપશુદ્ધિ - ગાથા-૨૯
તાપશુદ્ધિ
ગાથા-૨૯ થી ૫૩ અવતરણિકા :
શાસ્ત્રવિષયક છેદશુદ્ધિ જણાવી, હવે ક્રમ પ્રાપ્ત શાસ્ત્રની તાપશુદ્ધિ શું છે, તે જણાવતાં કહે છેશ્લોક :
यत्र सर्वनयाऽऽलम्बिविचारप्रबलाग्निना । तात्पर्यश्यामिका न स्यात्, तच्छास्त्रं तापशुद्धिमत् ||२९||
શબ્દાર્થ :
9.યત્ર - જે શાસ્ત્રમાં ૨. સર્વનયાQવિવારપ્રવાગ્નિના - સર્વનયને આશ્રયીને કરાતા વિચારરૂપી પ્રબળ અગ્નિ વડે રૂ/૪/ધ તાત્પર્યામિકા ન થાતુ - (તે શાસ્ત્રનું) તાત્પર્ય કાળું ન પડી જાય અર્થાતુ અસંગત ન ઠરે ૬. તતુ શાસ્ત્ર - તે શાસ્ત્ર ૭. તાપશુદ્ધિમતુ - તાપશુદ્ધિવાળું (જાણવું).
શ્લોકાર્થ :
જે શાસ્ત્રના વચનને સર્વનયને આધારે કરાતા વિચારરૂપી અગ્નિ દ્વારા ખૂબ તપાવવામાં આવે અને છતાં પણ જો તેનું તાત્પર્ય કાળું ન પડે એટલે કે તાત્પર્ય અસંગત ન બની જાય, તો તે શાસ્ત્રને તાપ-પરીક્ષામાં સફળ માનવું. ભાવાર્થ :
શાસ્ત્રમાં આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થોનું જ સ્વરૂપ વર્ણવ્યું હોય, તેને જ્યારે જુદા જુદા દૃષ્ટિકોણથી તપાસવામાં આવે, એટલે કે સર્વ નયને આધારે તે પદાર્થોના સ્વરૂપની વિચારણા કરવામાં આવે અને ત્યારે જો “મોક્ષ' સ્વરૂપ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ કે શાસ્ત્રના વચનોનું તાત્પર્ય અસંગત ન બને તો તે શાસ્ત્ર તાપશુદ્ધિવાળું કહેવાય. વિશેષાર્થ :
સોનાની પરીક્ષા કરનાર વ્યક્તિ પહેલાં સોનાને કસોટીના પત્થર ઉપર ઘસી તે શુદ્ધ છે કે નહીં તે તપાસે છે. ત્યારપછી ઉપરથી શુદ્ધ લાગતું સોનું અંદરથી પણ શુદ્ધ છે કે નહીં તેનો નિર્ણય કરવા તેને છેદીને પણ તેની શુદ્ધતાનો નિર્ણય કરે છે; પરંતુ સુવર્ણની અત્યંત શુદ્ધતાનો અંતિમ નિશ્ચય તો તેને પ્રબળ અગ્નિમાં તપાવવાથી જ થાય છે. જો તે કષશુદ્ધ અને છેદશુદ્ધ સોનામાં પણ કોઈ અન્ય ધાતુનો અંશ હશે તો ભઠ્ઠીનો તાપ લાગતાં જ તે ધાતુ શ્યામ પડી જશે. જ્યારે સાચું સોનું તો અગ્નિની જ્વાળાઓથી વધુ ચમકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org