________________
વેદોની છેદ પરીક્ષા - ગાથા-૨૮
૮૩
આસ્તિક દર્શનકારો સહિત વેદને સ્વીકારનારા સાંખ્યાચાર્યોને પણ માન્ય છે. આથી જ તેઓએ પણ વેદોક્ત હિંસાને વખોડવા નીચે પ્રમાણે જણાવ્યું છે. • જે નિર્દય વ્યક્તિઓ દેવને અર્પણ કરવાના બહાનાથી કે યજ્ઞના બહાનાથી પ્રાણીઓને હણે છે, તે ઘોર
દુર્ગતિને પામે છે.' પશુઓની હિંસા કરી યજ્ઞ કરનારા અમે અજ્ઞાનરૂપી અંધારામાં પડેલા છીએ, કેમ કે, ભૂતકાળમાં કે
ભવિષ્યમાં હિંસા ક્યારેય ધર્મરૂપ બની શકતી નથી. • જે મૂઢ જીવો પ્રાણીની હિંસા કરી ધર્મ કરવા ઇચ્છે છે, તે કાળા સાપના મોઢામાંથી અમૃતની વર્ષા થાય
તેવું ઇચ્છે છે.? • યજ્ઞમાં મદિરા, માછલી, પશુઓનું માંસ તથા બલિ આપવાનું ધૂર્તો વડે કહેવાયું છે; પણ વેદમાં આવું
કહ્યું નથી.” મહાભારતના કર્તા શ્રી વ્યાસમુનિએ પણ મહાભારતના શાન્તિપર્વમાં યજ્ઞનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે, આત્મહિત કરવાની ભાવનાવાળા બુદ્ધિસંપન્ન પુરુષોએ યજ્ઞ કરવા પૂર્વે જ્ઞાનની પાળીથી બંધાયેલ નિર્મળ મનરૂપી તીર્થમાં બ્રહ્મચર્ય અને દયારૂપી પાણીથી સ્નાન કરવું જોઈએ. ત્યારપછી યજ્ઞ માટે ઇંટ-માટીનો નહિ પણ પોતાના આત્માનો જ યજ્ઞકુંડ બનાવી, તેમાં લાકડાના બદલે કર્મનું ઇંધન નાંખી, ધ્યાનનો અગ્નિ પ્રગટાવવો જોઈએ. યોગ્ય પવન વગર આ પ્રગટેલો અગ્નિ પણ શમી જાય તેવી સંભાવના છે. તેથી જ્ઞાની પુરુષોએ ઇન્દ્રિયોના દમન સ્વરૂપે પવન ફૂંકી તેને પ્રદિપ્ત રાખવો અને જ્યારે આત્મામાં ધ્યાનનો અગ્નિ વલંત બને ત્યારે બુદ્ધિશાળી પુરુષોએ સમતાનો મંત્રપાઠ જપી તેમાં કષાયોની આહુતી આપી યજ્ઞ કરવો જોઈએ; પરંતુ તેઓએ ક્યારેય પશુઓની આહુતી આપી યજ્ઞ ન કરવો જોઈએ.
વેદને માનનારાઓના જ આવા વચનોથી સ્પષ્ટ સમજાય છે કે વેદોક્ત હોવા છતાં પણ યજ્ઞગત હિંસા પાપબંધનું કારણ છે. તેથી ગ્રંથકારશ્રી હવે આ વિષયમાં વધુ ચર્ચા કરવાની જરૂર જોતાં નથી.
આ ચર્ચાને ગંભીરતાથી વિચારતાં સાધકના મનમાં એક પ્રશ્ન સંભવે કે, જૈન શાસ્ત્રો તો હિંસાયુક્ત સાવદ્ય ક્રિયાને ચિત્તશુદ્ધિનું કારણ માનતાં નથી, તો જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિ એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે તેવી જિનપૂજા વગેરેનું વિધાન તેઓ કેવી રીતે કરી શકે ? અને જો કરે છે તો તે શાસ્ત્ર છેદશુદ્ધ કેવી રીતે ?
1. देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा । जन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम् ।। 2. अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मो न भूतो न भविष्यति ।। 3. प्राणिघातात्तु यो धर्ममीहते मूढमानसः । स वाञ्छति सुधावृष्टिं कृष्णाहिमुखकोटरात् ।। 4. સૂર મલ્યા: શોર્યાસં નાતીનાં વસ્તથા I ધૂર્તઃ પ્રર્વાતંતં ય નૈતન્વેષુ થતં || 5. ज्ञानपालिपरिक्षिप्ते ब्रह्मचर्यदयाम्भसि । स्नात्वातिविमले तीर्थे पापपङ्कापहारिणि ।।
ध्यानाग्नौ जीवकुण्डस्थे दममारुतदीपिते । असत्कर्म समित्क्षेपैरग्निहोत्रं कुरूत्तमम् ।। कषायपशुभिर्दुष्टै-धर्मकामार्थनाशकैः । शममन्त्रहुतैर्यज्ञं विधेहि विहितं बुधैः ।।
- યોગશાસ્ત્ર | - ૩ત્તરમીમાંસાયામ્ II -મહતમારતે શત્તિપર્વM | - મહાભારતે શાન્તિપર્વM ||
-મહાભારતે શાન્તિપર્વM ||
Jain Education Interational
For Personal
Private Use Only
www jainelibrary.org