________________
વેદોની છેદ પરીક્ષા - ગાથા-૨૭
૮૧
માટે હિંસાયુક્ત પણ કર્મયજ્ઞ કરવા જોઈએ એવાં વિધ્યર્થ પ્રયોગવાળાં વાક્યો વેદાન્તવિધિના શેષ' અર્થાત્ વેદાન્તના અંગ તરીકે ન સ્વીકારી શકાય. ભિન્ન ફલકત્વ હોવાથી તે બે વચ્ચે અંગ-અંગી ભાવ બનતો નથી.
વેદાન્ત એટલે ઉપનિષદ્ ગ્રંથો : તેમાં મુખ્યપણે આધ્યાત્મિક વાક્યો હોય છે. આવાં વાક્યો રાગ-દ્વેષાદિથી રહિત આત્માનો બોધ કરાવે છે. જેમકે, ‘માત્મા વા કરે દ્રવ્યઃ શ્રોતવ્યો મંતવ્યો નિષ્કિાસિતવ્ય:' અથવા ‘તત્ત્વમસિ' આ વેદાન્તના વિધિ વાક્યો કહેવાય. આવાં વેદાન્ત વાક્યોને સિદ્ધ કરવા માટે જે સાધનભૂત બને તેવાં વાક્યોને વેદાન્તવિધિનું અંગ કહેવાય. પરંતુ ‘અગ્નિહોત્ર ગુહુયાત્' વગેરે કર્મયજ્ઞનું વિધાન કરનારાં વાક્યો વેદાન્તનાં અંગ બનતાં નથી, કેમકે આવા કર્મયજ્ઞને બતાવનારાં વિધિ વાક્યો, આત્માનો બોધ કરાવવામાં સહાયક પણ બનતાં નથી અને પૂર્વ શ્લોકમાં સિદ્ધ કર્યું તેમ, તે શ્યનયાગની જેમ મનશુદ્ધિનું કારણ પણ બનતાં નથી, તેથી કર્મવિધિ વેદાન્તવિધિનું અંગ ન કહેવાય.
આમ જ્યારે કર્મકાંડને જણાવનારા વેદના વાક્યો વેદાન્તના અંગ જ નથી એવું સિદ્ધ થાય ત્યારે “વેદોક્ત હોવાથી કર્મયજ્ઞ મનશુદ્ધિનું કારણ બને છે માટે નિર્દોષ છે' - એવું કથન વજૂદ વિનાનું છે.
આટલી વાત સાંભળ્યા પછી જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે તો પછી કેવાં વાક્યો વેદાન્તવિધિનાં અંગ બની શકે ? તેથી શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રન્થકારશ્રી કહે છે કે કર્મથી એટલે કર્મકાંડથી: કર્મયજ્ઞથી કે કર્મકાંડને જણાવનારાં વિધિ વાક્યોથી તદ્દન ભિન્નસ્વરૂપવાળા આત્માને ઓળખાવનારાં વેદાન્ત (વેદવાક્યો) જ વેદાન્તવિધિનાં અંગ કહેવાય, કેમકે તેવાં વાક્યો જ “શુદ્ધ આત્માને પ્રગટ કરવાની” વેદાન્તની મુખ્ય વાતને સિદ્ધ કરનારા છે
આના ઉપરથી એ નક્કી કરી શકાય કે વેદાન્તનો મુખ્ય ઉદ્દેશ આત્માનો બોધ કરવાનો છે, તેથી તેને જણાવનારાં વિધિ વાક્યો વેદાન્તવિધિશેષ કહેવાય અર્થાત્ તે વેદાન્તનાં ઉત્સર્ગ વાક્યો કહેવાય. જ્યારે સ્વર્ગાદિ સમૃદ્ધિને મેળવવા માટે જે કર્મવિધિ બતાવાઈ છે તે આપવાદિક કથન છે, તેથી વેદશાસ્ત્રોમાં ઉત્સર્ગને 1. વેદ્દાન્તવિધિશેષ શબ્દ ત્રણ શબ્દોથી બનેલો છે. ૧. વેદાન્ત ૨. વિધિ અને ૩. શેષ.
વેદાન્ત એટલે ઉપનિષદ્ ગુ, યજુ, સામ અને અથર્વ એમ ચાર વેદ છે. ચારેય વેદોમાં જે જ્ઞાનયોગને જણાવનારાં વાક્યો છે, તેના સંગ્રહને ઉપનિષદુ કહેવાય છે, અથવા વેદાન્ત એટલે વેદનો અંતિમ ભાગ જેમાં આત્માને જણાવનારાં વાક્યોનો સંગ્રહ છે, તેને ઉપનિષદ્ કહેવાય છે. જ્યારે વેદ પ્રતિપાદ્ય યાગાદિ ક્રિયાકાંડને જણાવનારાં વેદનાં જે વાક્યો છે તેના સંગ્રહને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય છે. વિધિ એટલે વિધ્યર્થના પ્રયોગવાળું એટલે કે “કરવું જોઈએ' એવા પ્રયોગવાળું વાક્ય જેમ કે, મહરદં મુદ્દયી' પ્રતિદિન યજ્ઞ કરવો જોઈએ કે “સ્વાસ્થય નહોત્ર નદયાતું,' સ્વર્ગની ઇચ્છાથી અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. અથવા માત્મા વા કરે દ્રષ્ટવ્ય:, શ્રોતવ્યો, મંતવ્યો, નિર્વિધ્યાસિતવ્ય: આત્માને જોવો જોઈએ, સાંભળવો જોઈએ, મનન કરવો જોઈએ, ધ્યાન કરવો જોઈએ, આ વાક્યો વિધિવાક્ય કહેવાય. આમાંના જે વાક્યો ઉપનિષદ્ધાં મળે તેને વેદાન્તવિધિ કહેવાય. શેષ શબ્દ ઘણા અર્થોમાં વપરાય છે. અહીં તેનો અર્થ ‘અંગ' અભિપ્રેત છે. મુખ્ય વસ્તુની સિદ્ધિ માટે જે જણાવાતું હોય અને કાર્યની સિદ્ધિનું જે અસાધારણ સાધન હોય તેને મુખ્ય વસ્તુનું અંગ કહેવાય. તેથી ‘વેદાન્તવિધિશેષ' શબ્દનો અર્થ થાય
‘ઉપનિષદ્માં બતાવેલા મુખ્ય વિધિવાક્યને સિદ્ધ કરવા માટે બનાવેલું સહાયક વાક્ય' 2. અહીં ‘કર્મવિધિ વેદાન્તવિધિનું અંગ નથી,' તેવું કહ્યું. ત્યાં એમ ન સમજવું કે તે વેદનો એક ભાગ નથી, પરંતુ અહીં “અંગ
નથી' એવું કહેવા દ્વારા એમ જણાવવું છે કે કર્મવિધિ વેદાન્તના મુખ્ય ઉદ્દેશને સિદ્ધ કરતી નથી, તેથી તે વેદોક્ત હોવા છતાં પણ વેદાન્તવિધિનું અંગ ન કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org