________________
७४
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર વિશેષાર્થ :
સર્વ ધર્મશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ મહાઆનંદસ્વરૂપ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરાવવાનો છે. આ માર્ગને પ્રાપ્ત કરાવવા માટેના શાસ્ત્રોમાં બે પ્રકારના વિધાનો જોવા મળે છે. એક ઔત્સર્ગિક વિધાન અને બીજુ આપવાદિક વિધાન, ઔત્સર્ગિક વિધાનનો અર્થ છે- રાજમાર્ગ અથવા સર્વજનસામાન્ય માર્ગ અગર તો વિશેષ કારણ ન હોય ત્યારે સામાન્યપણે કરવાનું આચરણ. આપવાદિક વિધાનનો અર્થ છે- વિશેષ માર્ગ અથવા વિશેષ કારણ ઉપસ્થિત થાય ત્યારે તેવા કારણે સેવાનો માર્ગ. બંને માર્ગે ચાલનારનું લક્ષ્ય જો એક હોય તો આ બંને માર્ગ ઈષ્ટ સ્થાને પહોંચાડવા સમર્થ છે, તેથી જેમ જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધ એકાર્થક હોય એટલે કે મોક્ષાર્થવિષયક હોય તે જ શાસ્ત્ર કષશુદ્ધ બને, તેમ જે શાસ્ત્રમાં બતાવેલા ઉત્સર્ગ અને અપવાદના વિધાનો પણ એકાર્થક હોય એટલે મોક્ષાર્થવિષયક હોય તે જ શાસ્ત્ર છેદશુદ્ધ બને.
જેમ કે, “સર્વ સંસારનો ત્યાગ કરી મોક્ષની સાધના કરતા સાધુએ પોતાનું જીવન અહિંસક બન્યું રહે તે માટે ૪૨ દોષથી રહિત નિર્દોષ આહાર લેવો જોઈએ અને તે દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરવો જોઈએ’ - આ ઔત્સર્ગિક વિધાન છે. વળી, “જ્યારે નિર્દોષ આહાર ન મળે અને સાધુને અહિંસાના પરમ કારણભૂત સંયમજીવન યથોચિત રીતે જીવી શકાય તેવું ન લાગે ત્યારે સંયમજીવનને ટકાવવા માટે પંચકહાનિના ક્રમથી વિચારીને, ઓછામાં ઓછા દોષ લાગે તેવી ગવેષણા કરી, સંયમ જીવનને જાળવી રાખવા માટે મુનિએ યત્ન કરવો જોઈએ'; આ અપવાદમાર્ગનું કથન છે. ઉત્સર્ગ કે અપવાદ આ બંને વિધાનનો ઉદ્દેશ તો એક જ છે કે સંયમજીવનને ધબકતું રાખી મોક્ષની સાધના કરવી, માટે આવા મોક્ષરૂપ એક અર્થ-લક્ષ્યવાળા (એકાર્થક) ઔત્સર્ગિક અને આપવાદિક વિધાનોવાળા જૈન શાસ્ત્રો છેદપરીક્ષાથી શુદ્ધ ગણાય છે. ટૂંકમાં શાસ્ત્રનિર્દિષ્ટ વિધિ-નિષેધોના નિર્વાહ માટે બતાવેલા ઔત્સર્ગિક કે આપવાદિક આચારો પણ મોક્ષને અનુરૂપ જ હોવા જોઈએ. જે જૈનદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળે છે, આથી જ જૈનદર્શન છેદશુદ્ધ કહેવાય.
જ્યારે અન્ય દર્શનમાં શાસ્ત્રનિર્દિષ્ટ વિધિ-નિષેધના નિર્વાહ માટે બનાવાયેલા ઉત્સર્ગ અને અપવાદો મોક્ષને અનુરૂપ હોતા નથી. સામાન્યથી જે કોઈક હેતુસર ત્યાગ કરાયેલ હોય છે તે જ વિશેષ અવસ્થામાં (આપવાદિક સ્થાનમાં) અન્ય હેતુસર અનિષિદ્ધ બની જાય છે. જેમ કે, જે શાસ્ત્રમાં ઉત્સર્ગ અને અપવાદના વિધાનો એકાર્થક કરાયાં ન હોય, પરંતુ ભિન્ન ભિન્ન ઉદ્દેશથી કરવામાં આવ્યાં હોય, જેમ કે એક વિધાન એવું હોય કે, “મોક્ષાર્થીએ ઉત્સર્ગ માર્ગે કોઈ પણ જીવની હિંસા કરવી નહિ” અને તે જ શાસ્ત્રમાં બીજું આપવાદિક વિધાન કર્યું હોય કે (સ્વામ: શિષોમીયં પશુમામેત) “ભૌતિક સમૃદ્ધિની ઈચ્છાવાળી વ્યક્તિએ અગ્નિષોમ દેવતાવાળા યજ્ઞમાં પશુ હોમવો જોઈએ;' તો તે શાસ્ત્રમાંનું આ આપવાદિક વિધાન મોક્ષાર્થક નથી, પરંતુ ભૌતિક સુખાર્થક છે. આ રીતે જ્યાં ભિન્ન ભિન્ન ઉદ્દેશવાળા બંને વિધાનો જોવા મળતાં હોય તે શાસ્ત્રને છેદ પરીક્ષાથી શુદ્ધ ન કહેવાય.
1. ઉત્સર્ગ માર્ગ/ઔત્સર્ગિક વિધાન : સામાન્ય વિધિરુત્સ: 2. અપવાદ માર્ગ/આપવાદિક વિધાન : વિશેષોને વિધિરાવી:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org