________________
શાસ્ત્ર પરીક્ષાની વિધિ
- ગાથા-૧૭
છેદવામાં આવે છે. છેદતાં અંદરથી શુદ્ધ દેખાય તો તે સુવર્ણ છેદપરીક્ષાથી શુદ્ધ કહેવાય છે. વળી, આ સુવર્ણ સંપૂર્ણ શુદ્ધ છે કે નહિ, તેની તપાસ માટે સોનાને ભઠ્ઠી ઉપર ચઢાવી ઓગાળવામાં આવે છે, ત્યારે અગ્નિથી સુવર્ણમાં જરાય ઝાંખપ ન આવે, ઊલટું વધુ તેજસ્વી બને તો તે સુવર્ણ તાપથી શુદ્ધ ગણાય છે.
રૂપ
સુવર્ણની જેમ મોક્ષાર્થી સાધકે પણ જે શાસ્ત્રના આધારે સંસાર સાગરને તરી મોક્ષના મહાસુખને માણવું છે, તે શાસ્ત્રની કષ, છેદ અને તાપ પરીક્ષા કરવી જોઈએ. કેમ કે, આ જગતમાં નામથી ધર્મશાસ્ત્રો ઘણા છે, તેમાં કયું શાસ્ત્ર સાચું અને કયું શાસ્ત્ર ખોટું તેની જો પરીક્ષા કરવામાં ન આવે તો આત્મશ્રેયના કાર્યમાં ઠગાઈ જવાય છે, તેથી શ્રેયના અર્થી આત્માએ તો શાસ્ત્રનો સ્વીકાર કરતાં પહેલાં શાસ્ત્રવિષયક પરીક્ષક બુદ્ધિ કેળવીને ‘આ શાસ્ત્ર સર્વજ્ઞના વચનરૂપ છે કે નહિ ?’- તે શાસ્ત્રનાં વચનોની પરીક્ષા કરીને નક્કી ક૨વું જોઈએ અર્થાત્ શાસ્ત્રની વર્ણિકાશુદ્ધિથી પરીક્ષા કરવી જોઈએ.
Jain Education International
કોઈ સુવર્ણના વિષયમાં ઠગાય તો માત્ર આર્થિક નુકશાન જ થાય છે, પરંતુ શાસ્ત્રના વિષયમાં કોઈ ઠગાય તો તેની ભવપરંપરા બગડ્યા વિના રહેતી નથી. કેમ કે, ઉન્માર્ગને સન્માર્ગ માનીને ચાલવાથી ઇષ્ટસ્થાને તો પહોંચાતું નથી, પરંતુ મિથ્યાત્વના પોષણથી અનિષ્ટકારક ભવભ્રમણ પણ વધે છે. માટે જે શાસ્ત્રના સહારે શ્રેયકાર્ય ક૨વું છે, તે શાસ્ત્રના એક એક શબ્દ આત્મશુદ્ધિને કરનારા છે કે નહિ ? મોક્ષમાર્ગના દ્યોતક છે કે નહિ ? તેનો નિર્ણય શાસ્ત્રના પ્રતિપાદન દ્વારા ક૨વો જોઈએ.’ ।।૧૭।।
For Personal & Private Use Only
www.jainelibrary.org