SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન લંડન નિવાસી શ્રી જયસુખભાઈ શાંતિલાલ મહેતા અને તેમના ધર્માનુરાગી સુશ્રાવિકા શ્રીમતી ઇલાબહેને પિતાશ્રી શાંતિલાલ મનસુખલાલ મહેતાની ૫૧મી પુણ્યતિથિ તથા માતુશ્રી ચંચળબા શાંતિલાલ મહેતાની ૧૩મી પુણ્યતિથિએ તેઓશ્રીના આત્મશ્રેયાર્થે તેમજ શ્રી વિરજીવનદાસ કલ્યાણજી શાહ તથા તેમના ધર્મપત્ની સુશ્રાવિકા નિરંજનાબેને માતુશ્રી મણિબેન કલ્યાણજી ટોકરશી શાહના આત્મશ્રેયાર્થે શ્રુતપ્રભાવક એવા આ મહાન ગ્રંથરત્નના પ્રકાશનનો આર્થિક લાભ મેળવી સ્વધનને સાર્થક બનાવી અનેકોને ભવ તરવાની ઉત્તમ તક આપી છે તે બદલ અમો તેમની અનુમોદના કરીએ છીએ. આ શાસ્ત્રગ્રંથના સર્જન, સંરક્ષણ, સંશોધન, સંપાદન, વિવરણ અને પ્રકાશનાદિ કાર્યોમાં જે પણ પુણ્યાત્મા - મહાત્માઓનું યોગદાન છે તે સર્વેના ઋણને અમો મસ્તકે ચડાવીએ છીએ. પ્રાંતે એક જ સદૂભાવના ભાવીએ છીએ કે - અનંત દુ:ખમય આ સંસાર ચક્રથી છોડાવી અનંત સુખમય મોશે પહોંચાડનાર જૈનશાસનની રત્નત્રયીને સૌ કોઈ આ અને આવા ટંકશાળી ગ્રંથરત્નોના સ્વાધ્યાય, સદુહણા અને સસ્વીકારાદિ દ્વારા પામી પરઘર-પરદ્રવ્ય-પરરૂપાદિમાં રમતા નિજ આતમરામને સ્વઘર-સ્વદ્રવ્ય-સ્વરૂપમાં રમમાણ કરનારા બને એ જ શુભકામના. પ્રકાશન સમિતિ શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ સાયલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy