________________
(૧૧૦) અવધૂ નામ હમારા રાખે, સો હી પરમ મહારસ ચાખે. અવધૂ. નહીં હમ પુરુષા નહીં હમ નારી, વરન ન ભાત હમારી; જાતિ ન પાતિ ન સાધન સાધક, નહીં હમ લઘુ નહીં ભારી. અવધૂ. ૧ નહીં હમ તાતે નહીં હમ સીરે, નહીં હમ દીર્ઘ નહીં છોટા નહીં હમ ભાઈ નહીં હમ ભગિની, નહીં હમ બાપ ન બેટા. અવધૂ. ૨ નહીં હમ મનસા નહીં હમ શબદો, નહીં હમ તનકી ધરણી; નહીં હમ ભેખ ભેખધર નાહી, નહીં હમ કરતા કરણી. અવધૂ. ૩ નહીં હમ દરસન નહીં હમ પરસન, રસ ન ગંધ કછુ નાહી; આનંદઘન ચેતનમય મૂરતિ, સેવકજન બલિ જાહીં. અવધૂ. ૪
* *
(૧૧૧) પગ મને ધોવા દયોને રઘુરાઈ પ્રભુ મને શક પડ્યો મનમાંઈ. પગ... રામ લક્ષ્મણ જાનકીજી તીર ગંગાને જાયજી, નાવ માગી નીર ઉતરવા ગૃહ બોલ્યો ગમખાઈ. પગ.. રજ તમારી કામણગારી નાવ નારી થઈ જાય છે, તો તો અમારા રંકજનની આજીવિકા રે ટળી જાય, પગ.. જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાયજી, અભણ કેવું યાદ રાખે ભણેલ ભૂલી જાય. પગ... બાવડી જાલી નઢવડીમા રામ ને ગુરુરાયજી, પાર ઉતારી પૂછવું રામે શું લેશો ઉતરાઈ. પગ... નાઈની કદી નાઈ લે નહિ આપણ ધંધાભાઈજી, કાગ કહે ઓલ્યા ખારવાની ખારવો કે ન ઉતરાઈ. પગ..
(૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org