________________
કબીરા સબ જન નિધના, ધનવંતા નહીં કોઈ; ધનવંતા સોહી જાનીએ, જોક રામ નામ ધન હોઈ, જબ મેં થા તબ હરિ નહીં, અબ હરિ હૈ મેં નાહી; પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ન સમાય. ૨ અનહોની પ્રભુ કર સકે, હોનહાર મિટ જાય; તુલસી ઈસ સંસાર મેં, રામ ભજન સુખદાય, ધર્મ ન અર્થ ન કામ સચિ, પદ ન ચાહવું નિર્વાણ; જનમ જનમ રતિ રામ પદ, યહ વરદાન ન આઈ. ૩
*
*
*
(૯૩) દિલમાં દીવો કરો રે, દીવો કરો; કૂડાં કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો. ૧ દયા દીવેલ પ્રેમ પરીણયું લાવો મહી, સુરતાની દીવેટ બનાવો; પછી બ્રહ્મઅગ્નિને રે ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. ૨ દીવો અણભે પ્રગટે એવો, ટાળે તિમિરના જેવો રે; તેને નેણેથી નીરખી લેવો રે, દિલમાં દીવો કરો રે. ૩ સાચા દિલમાં દીવો જ્યારે થાશે ત્યારે, અંધારું મટી જાશે રે; પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. ૪ દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું; થયું ભામંડળે અજવાળું રે, દિલમાં દીવો કરો રે. ૫
*
*
(૬૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org