________________
(૪૧) રાજ રંગભીના મારે મંદિરે પધારો, હૈયાના હેતે તમને દઉં આવકારો. મંદિરે૦ જનમો જનમથી ઝૂરે છે ચેતના,
ક્યાં સુધી દેશો વહાલા વિરહ વેદના, સુણવાને ઝંખું મીઠો બોલ તમારો. મંદિર, ૧ ભણકારા વાગે જાણે આવે રાજ નમણા, જાગીને જોઉં તો છેતરાતી ભ્રમણા, ભ્રમણાનો પરદો તોડી, ઘોને સહારો. મંદિર૨ વસતી જો તમ હૈયે અતિશય કરુણા, મુખડુ બતાવો મારા સમજુ સલૂણા, વિરહી હૃદયની વિનંતી સ્વીકારો. મંદિરે, ૩
* * *
“ (૪૨) શું શોધે સજની ? તારું અંતર જોને ઉઘાડી; તને શું સમજાવે દાડી-દાડી રે. શું શોધે ? શું ૧ ગુરુગમ કૂંચી કરમાં લઈને, ઊઘડે અજ્ઞાન તાળું આજ્ઞાચક્રની ઉપર જોતાં, ત્યાં થાશે અજવાળું રે. શું, ૨ નિર્મળ નૂર નિરંતર વરસે, મહા મનોહર મોતી; અનહદ નાદ અહોનિશ બાજે, ઝળહળ દરસે જ્યોતિ રે. શું ૩ ઓસ્કાર નાદ અહોનિશ થાયે, ચિદાનંદ નિધિમાંથી; સોહમ્ પ્રકાશ કરે રગ રગમાં, ગુરુ વિના એ ગમ ક્યાંથી રે. શું ૪ તેહ પ્રકાશથી તુજને જડશે, સુંદર સ્વરૂપ તારું; છોટમ તેનો કત જાણે, તો ઊપજે સુખ સારું રે. શું ૫
*
*
(૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org