________________
(૩૩)
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે; ગિરિવરધારીને ઉપાડી મટુકીમાં ઘાલી રે. ભોળી. ૧ શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારી રે; નાથ અનાથનો વેચે ચૌટા વચ્ચે, આહીર નારી રે. ભોળી ૨
વ્રજનારી પૂછે શું છે માંહી, મધુર મોરલી વાગી રે; મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે. ભોળી ૩ બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે; ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલા દેખે રે. ભોળી ૪ ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે; દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે. ભોળી ૫
* * *
(૩૪)
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
સ્વાર્થનું
સંગીત ચારેકોર ગુંજે,
દુનિયામાં કોઈનું કોઈ નથી આજે, તનનો તંબૂરો મારો બેસૂરો થાય ના. ઝાંખો ૧
પાપ અને પુણ્યના ભેદ રે ભુલાતાં,
રાગ અને દ્વેષ આજે ઘટ ઘટ ઘૂંટાતાં; જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના. ઝાંખો ર
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે; મનના મંદિરિયે મારે અંધારાં થાય ના. ઝાંખો
* * *
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org