________________
(૩૧) પ્રેમી આવો રે, પ્રેમ સુધારસ પીવા. અગાધ જળમાં મોતી માટે, જ્યમ પેસે મરજીવા, ઝળહળ જ્યોતિ પ્રકટ પ્રભુ, દીસે રોમ રોમ દીવા. પ્રેમી, ૧ અંતરજામી સહુમાં વ્યાપક, અંતરમાં ઓળખાશે; જડતા જાળ જન્મની જાશે, પાતક પલે થાશે. પ્રેમી. ૨ રાગાદિક જે દોષ હોય, તે ભક્તિભાવથી ભાગે; ઈશ્વરની રચના દેખીને, ઉગ્ર જ્ઞાન ગુણ જાગે. પ્રેમી. ૩ જપ તપ જોગ જાગ વ્રત તીરથ, પંચ દેવની સેવા; તેણે તો કાંઈ પ્રભુ નવ રીઝે, પ્રેમ લક્ષણા જેવા. પ્રેમી, ૪ સહુ શણગાર સુંદરી પહેરે, પણ હોય કુલક્ષણ જેને. સાચા સ્નેહ વિના કો' કાળે, કંથ નહીં વશ તેને પ્રેમી, ૫ અંતરલક્ષ-પ્રેમ પ્રભુ સાથે, એક પલક નવ ભૂલે, જન છોટમ તે સાચી વનિતા, સ્વામી સંગ ઝૂલે. પ્રેમી ૬
(૩૨)
સાધો મનકા માન ત્યાગો, કામ, ક્રોધ સંગત દુર્જનક, તાતે અહનિસ ભાગો. સાધો. ૧ સુખ દુઃખ દોનો સમ કરિ જાનૈ, ઔર માન અપમાના; હર્ષ શોક તે રહે અતીતા, તિન જગ તત્ત્વ પિછાના. સાધો રે અસ્તુતિ નિંદા દોઉ ત્યાગે, ખોજે પદ નિરવાના જન નાનક યહ ખેલ કઠિન હૈ, કોઉ ગુરુમુખ જાના. સાધો. ૩
*
*
*
૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org