________________
(૧૭૮) મને ચટકી લાગી શબદની,
હું તો ભૂલી મારા દેહનું ભાન, મને ચટકી.. મારી મટકી ફૂટી માનની,
આ ગુરુ મૂર્તિમાં થઈ ગુલતાન, મને ચટકી. ઈંગલા પીંગલા સુખમની,
હવે, તુરીયાતીતનું થયું છે ભાન, મને ચટકી. આ ગંગા જમુના સરસ્વતી,
હવે ત્રિવેણીમાં કરું છું સ્નાન, મને ચટકી.. મને ચટકી લાગી શબદની,
હું તો નખશિખ પામી પદ નિર્વાણ, મને ચટકી... સૂરતા શબ્દ નિશાનની,
તત્ત્વ સ્વરૂપે તદાકાર, મને ચટકી. જ્ઞાની ગુરુની ગુંજથી,
હવે, અંગે અંગમાં થયો આનંદ, મને ચટકી.. મને ચટકી લાગી શબદની,
વણાની ધૂન મેં તો સુણી મારે કાન, મને ચટકી.. મને શાન મળી સત્ વચનની,
હવે નામથી રીઝયા નિરંજન નાથ, મને ચટકી.. હું તો પ્રગટ પુરુષને પૂજતી,
જેથી કરીને થઈ હવે ઠામ, મને ચટકી.
*
*
*
(૧૨૬)
s
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org