________________
(૧૫૭) ચેતન ચાલો ને હવે સુખ નહીં પરમાં મળે, આ તો ઝાંઝવાનાં પાણી, તૃષા નહીં રે છીપાણી; તૃપ્તિ નહીં રે મળે. -ચેતન
જડ ને ચૈતન્યની પ્રીતિ રે પુરાણી, અનંત જન્મારામાં કરી શું કમાણી ? મતિ માયામાં મુંઝાણી આત્મ શક્તિ રે લૂંટાણી; શાંતિ નહીં રે મળે. -ચેતન,
દુઃખના દરિયામાં ડૂબવાને લાગ્યો, ડૂબતાને ગુરુજીએ આવીને ઉગાય; હતો સ્વરૂપથી અજાણ, તેની કરાવી પિછાણ, ભવથી મુક્તિ રે મળે. -ચેતન,
ભવ્ય આત્મા જાગે તેને તાલાવેલી લાગે, પ્રભુ કેરા પંથે એ પગલાં ભરતો આગે; ચાહે આત્માનું જ્ઞાન, સાચા સ્વરૂપનું ભાન, શાશ્વત સિદ્ધિ રે મળે. -ચેતન
*
*
(૧૦૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org