________________
(૧૫૨)
ગુરુદેવ તમારે દરવાજે, દોડું છું દરશનને કાજે, દરરોજ સવાર અને સાંજે દોડું છું દરશનને કાજે.
સાક્ષાત્ કહો ક્યારે મળશો, ક્યારે નયનો પાવન કરશો ? જરી બોલો અલબેલા આજે, દોડું છું દરશનને કાજે. -ગુરુદેવ
શું મુજથી અબોલા લઈ લીધાં, શું મુખડે તાળાં દઈ દીધાં ? સાંવરીયા તમને ના છાજે, દોડું છું દરશનને કાજે. -ગુરુદેવ,
શું મુજ પરથી ઊતરી માયા, શું દોષો મુજમાં દેખાયા ? ભક્તિ તો પ્રભુ મારી લાજે, દોડું છું દરશનને કાજે. -ગુરુદેવ
મહાયોગ મળ્યો છે મળવાનો, રણછોડ બન્યો છે દિવાનો, એ ઊર્મિ ઘટ ઘટમાં ગાજે, દોડું છું દરશનને કાજે. -ગુરુદેવ
(૧૫૩)
આર્ય હૈ શરણ તેરી, ગુરુદેવ કૃપા કર દો, ઇસ દીન દુ:ખી મનમેં, આનંદ સુધા ભર દો. -આયે દુનિયાસે હાર કરકે મેં દ્વાર તેરે આયા, શ્રદ્ધાકે સુમન ચુનકે સદ્ભાવસે યું લાયા; કરુણાકા હાથ સિરપર હે નાથ મેરે ધર દો. -આયે.
કિસ ભાત કરું પૂજા, કોઈ વિધિ ના જાનું, તેરા સ્વરૂપ ભગવાન, કિસ આંખસે પહેચાનું; તૂટી મન વીણા મેં મેરી ભક્તિકા સ્વર ભરદો. -આયે. અનજાની મંઝિલ હૈ, ચૌ દિશા હૈ અંધિયારા, કરુણાનિધિ અબ તો બસ હૈ તેરા હી સહારા; ઇસ દાસ અકિંચનકો નિજ પરમ ધામ દે દો. -આયેટ
Jain Education International
***
૧૦૪
For Personal & Private Use Only
www.jainelibrary.org