________________
(૧૨૮) આજ ગઈ'તી હું સમવસરણમાં, જિન વચનામૃત પીવા રે, શ્રી પરમેશ્વર વદનકમલ છબી, નિરખ નિરખ હરખેવા રે. આજ ૧ તીન ભવનાયક શુદ્ધાતમ, તસ્વામૃતરસ વધું રે; સકલ ભવિક વસુધાની લાણી, મારું મન પણ તુટું રે. આજ ર મનમોહન જિનવરજી મુજને, અનુભવ પિયાલો દીધો રે; પૂરણાનંદ અક્ષય અવિચલરસ, ભક્તિ પવિત્ર થઈ પીધો રે. આજ, ૩ જ્ઞાનસુધા લાલીની લહેરે, અનાદિ વિભાવ વિસાય રે; સમ્યકજ્ઞાન સહજ અનુભવરસ, શુચી નિજ બોધ સમાર્યો રે. આજ, ૪ ભોળી સખીઓ એમ શું જોવો, મોહ મગન મત રાચો રે, દેવચંદ્ર પ્રભુશું એકતાને, મિલવો તે સુખ સાચો રે. આજ ૫
* * *
(૧૨૯) સદ્ગુરુ દેવ દયાળુ દાતા, સદ્ગુરુ દેવ દયાળુ દાતા, દેવ દ્યો આતમજ્ઞાન, અરે મન ધરલે ગુરુ કા ધ્યાન. ..૧ ગુરુ ગંગા ગુરુ ગોમતી જાને, ગુરુ સરસ્વતી કે સમાન, અડસઠ તીરથ ગુરુ કે ચરણમેં કહેના મેરા માન, અરે મન. ગુરુ બીન દેવ કા ભેદ ન પાવે, ગુરુ બીન અંતર કુછ ભી ન જાગે, ગોવિંદરૂપ ગુરુજી કો જાનો, સમજ સમજ નાદાન. અરે મન.૩ ગુરુ મેરે બડે આતમજ્ઞાની, સદા સમદર્શી સત્યકામી, મધુર મધુર ઉનકી વાની, કરતી મુજકો દિવાની. અરે મન.૪ સદ્ગુરુ શબ્દ શ્રવણ કર મૂરખ, છોડ દે માન ગુમાન, દાસ સતાર કહે કર જોડી, હોવત જગ કલ્યાણ. અરે મન .૫
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org